છેલ્લાં ૪૭ દિવસથી કોરોના કટોકટીનાં સમયે પણ સમયસર : જૂનાગઢ, ગાંધીનગર અને ઈન્દોરથી અખબાર બહાર પાડવાનો વિક્રમ નોંધાવતું સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક

જૂનાગઢ સહિત સમગ્ર દેશમાં કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટેનાં તકેદારીનાં પગલાં અને જયારથી લોકડાઉન અમલી બનેલ છે. એટલે કે ગત તા.ર૪ માર્ચનાં મધ્યરાત્રીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનને અમલી બનાવવાની જાહેરાત કરવાની સાથે જ સમગ્ર દેશમાં ર૧ દિવસનું પ્રથમ લોકડાઉનની અમલવારી શરૂ થઈ. ત્યારબાદ ૧૯ દિવસનાં પાર્ટ ટુનાં લોકડાઉન પણ પુરૂં થયું અને પાર્ટ ૩ એટલે કે ત્રીજા તબક્કાનાં લોકડાઉનનાં પણ દિવસો શરૂ થઈ ગયાં છે આમ આજે ૪૭ દિવસથી સમગ્ર દેશ લોકડાઉનમાં ફસાયેલો છે. કોરોનાની બિમારીનું નામ સાંભળતા જ શરૂઆતમાં પરસેવો છુટ્ટી જતો હતો અને લોકો સતત ભયનાં માહોલ વચ્ચે જીવન પસાર કરી રહ્યાં છે. તેવા સંજાગોમાં પણ લોકોને બહાર નીકળવું હોય તો પણ ૧૦૦ વાર વિચાર કરવો પડે તેવી સ્થિતીમાં અખબાર અને મિડીયા કર્મચારીઓએ પોતાનું કર્મ ક્ષેત્ર એટલે કે લોકોને સાચા, સચોટ અને પળેપળનાં સમાચાર આપવાનું કર્તવ્ય જોખમ લઈને પણ નિભાવ્યું છે.
જૂનાગઢ શહેરમાં પણ સ્થાનિક અખબારો તેમજ પ્રાદેશિક અખબારો, ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ ચેનલો દ્વારા પણ સમાચારને સતત પ્રસારિત કરવાની કામગીરી હાથ ધરી છે અને હજુ પણ આ કામગીરી વિના અવરોધે સતત ચાલી રહી છે. જે તે ઈલેકટ્રોનિક મિડીયાનાં નાનાથી મોટા તમામ કર્મચારીઓ, ફિલ્ડનાં કર્મચારીઓ, ફોટોગ્રાફરો, કેમેરામેન તેમજ પ્રિન્ટ મિડીયાનાં અખબારનાં તંત્રીઓ, તમામ સ્ટાફ કે જે જુદાં-જુદાં વિભાગમાં કામગીરી કરતાં હોય ઉપરાંત પ્રતિનિધી, પત્રકાર મિત્રો, કોમ્પ્યુટર વિભાગ, એડીંટીંગ વિભાગ, મશીન વિભાગ સહિતનાં વિવિધ વિભાગો, એજન્ટ મિત્રો – અખબારી વિક્રેતાઓ તેમજ જે-તે અખબારની કચેરીમાં જુદાં-જુદાં વિભાગમાં કામ કરતાં તમામ કર્મચારીઓ તેમજ ન્યુઝ ચેનલમાં પણ સ્ટુડીયોથી લઈ તમામ વિભાગ સંભાળતા નાના-મોટા કર્મચારીઓ સહુ કોઈએ જાગતે રહોની આલબેલ સતત જાગતી રાખી છે અને એટલું જ નહીં કોરોના વાયરસની બિમારીનાં આ સમયે જરૂરીયાતમંદ લોકોની સહાયતા માટે નિઃસ્વાર્થ ભાવે જે લોકો સેવાની કામગીરી કરી રહ્યાં છે તેવા તમામ સેવાકર્મીઓની કામગીરીને પણ અખબાર અને ન્યુઝચેનલમાં સ્થાન આપી રહ્યાં છે. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લા રેવન્યુ વહીવટી તંત્રથી લઈ જીલ્લા પોલીસ તંત્ર, વિવિધ વિભાગ, જૂનાગઢ આરોગ્ય વિભાગ સહિતનાં સરકારી તંત્રનાં તમામ વિભાગો જે આજે સતત કામગીરી કરી રહ્યાં છે તે તમામને પણ તેમની કામગીરીને અનુરૂપ સરાહના કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, ધારાસભ્ય, સંસદ સભ્ય, પ્રભારી મંત્રીશ્રીઓ તેમજ મંત્રીશ્રી સહિત તમામની કામગીરીને પણ પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયાએ સ્થાન આપી અને તેઓની કામગીરીને વખાણી અને પ્રજાસમક્ષ મુકી અને પ્રશંસાનાં બે બોલ પણ સરકારી તંત્ર વિષે ઈલેકટ્રોનિક મિડીયા અને પ્રિન્ટ મિડીયાએ લખ્યાં છે અને આજે સમાજનાં જુદાં-જુદાં વર્ગમાંથી રેવન્યુ વહીવટી સરકારી તંત્ર ખાસ કરીને જૂનાગઢ પોલીસ તંત્ર, જૂનાગઢ આરોગ્ય વિભાગ સહિતનાં જુદાં-જુદાં વિભાગની જે સરાહના થઈ રહી છે. તેમજ સામાજીક સંસ્થાઓની સેવાની પ્રવૃત્તિની સરાહના થઈ રહી છે તે જ રીતે અખબારની કામગીરીને પણ લોકો દાદ આપી રહ્યાં છે. જૂનાગઢ શહેરમાં છેલ્લાં ૪ દાયકા ઉપરથી સમાજનાં દરેક વર્ગનાં લોકોની વ્યર્થા-વેદના તેમજ નાનામાં નાની સમસ્યાને પણ અખબારનાં પાનામાં પુરતું સ્થાન આપી અને સમસ્યાઓનાં ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહેલાં સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક અખબારની કામગીરીને પણ આજે લોકો નવાજી રહ્યાં છે. છેલ્લાં ૪૩-૪૧૩ દિવસથી વણથંભી સમાચારો આપવાની યાત્રાને સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવારે બેખુબી સત્યતા નિભાવી જાણી છે અને હજુ પણ નિભાવશે જ. તેમજ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં તંત્રી શ્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય તથા સહતંત્રી અભિજીત ઉપાધ્યાયનાં માર્ગદર્શન સાથે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવારની સમગ્ર ટીમ સતતને સતત લોકોને સમયસર અખબાર મળી શકે તે માટેની છેલ્લાં ૪૭ દિવસથી વ્યવસ્થા કરી રહેલ છે અને આજે સૌથી સારી બાબત એ છે કે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક કયારે માર્કેટમાં આવે તેની લોકો રાહ જાઈ રહ્યાં હોય છે તે જ આ અખબારની લોકપ્રિયતાનો માપદંડ છે. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક જૂનાગઢ તેમજ અમરેલી, ગિર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામગનર, રાજકોટનાં તાલુકામાં બહોળો ફેલાવો ધરાવે છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર બંને જગ્યાએથી પ્રસિધ્ધ થાય છે. તેમજ મધ્યપ્રદેશ ખાતેથી ઈન્દોર સવેરાનાં નામે અખબાર પ્રસિધ્ધ થાય છે.

error: Content is protected !!