કેશોદ અને માંગરોળનાં ૬૨ ગામડા સેનીટાઈઝ કરાયા

સુરત જિલ્લામાં સીટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ તેમજ જિલ્લા જમીન દફતર નિરીક્ષક તરીકે ફરજ બજાવી હાલ નિવૃત થઇ કેશોદમાં રહેતા વિઠ્ઠલભાઈ ડોબરીયાએ ગ્રામ સ્વચ્છતા મિશન ઉપાડયું છે.તેમણે કેશોદ અને માંગરોળના ૬૨ ગામડા સેનીટાઈઝ કરાવ્યા છે. ગ્રામ્ય લેવલે આધુનિક સાધનોની સુવિધા ન હોય આ ગામડા સેનીટાઇઝ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત પાસે સાધનસામગ્રી ઉપલબ્ધ હોતી નથી. આથી તમામ ગામડાઓનું સેનીટાઇઝેશન કરવું જોઈએ. આ અંગે મિત્રો જીગ્નેશ ગામી, અક્ષય ગામી અને સાગરભાઇ સમક્ષ વાત કરી અને સાધન સંપન્ન પરિવારના મિત્રોએ આ વાત ઝીલી લઈ ઉદાર હાથે ભંડોળ આપ્યું અને એક બાદ એક એવા કેશોદ અને માંગરોળના ૬૨ ગામડા સેનીટાઇઝ કરવામાં આવ્યા હતા. સમાજ સેવા માટે હંમેશા તત્પર વિઠૃલભાઇએ સ્વાઇન ફલુમાં પણ શાળાના બાળકો માટે ૧૦ હજાર જેટલા માસ્કનુ વિતરણ કર્યુ હતું.

error: Content is protected !!