સોમનાથ મંદિરનાં ૭૦માં પ્રાણપ્રતિષ્ઠા દિને સોશ્યલ ડિસ્ટન્સ રાખી વિશેષ પૂજા કરવામાં આવી

0

૧૧ મે ૧૯પ૧નાં રોજ સમય અંદાજીત સવારનાં ૯ઃ૪૬ વાગે દેશનાં પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદનાં હસ્તે સરદાર વલ્લભભાઈનાં સંકલ્પ દ્વારા પુર્નઃ નિર્મિતે સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ જેને આજે ૭૦ વર્ષ પુર્ણ થયા. સોમનાથ મંદિરના ૭૦માં પ્રાણપ્રતિષ્ઠાદિન નિમિતે સોશ્યલ ડિસ્ટન્સ સાથે સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી. પ્રાણપ્રતિષ્ઠાદિન નિમિતે સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાનાં હસ્તે કરવામાં આવી હતી. તેમજ વિશ્વ કોરોનામુકત થાય, વિશ્વકલ્યાણની સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી. સાંજનાં સોમનાથ મહાદેવને શ્રુંગારદર્શન, દીપમાળા કરવામાં આવેલ. અંદાજીત પપ૦૦ વર્ષનાં ઈતિહાસમાં સોમનાથ મંદિરે અનેક ચઢાવ ઉતાર જાયા. વિધર્મીઓ દ્વારા તેને લૂંટવાની પ્રક્રિયા સામે પૂર્ણ શ્રધ્ધાથી પુર્નઃ નિર્માણ અને મંદિરને વધુને વધુ વિશાળ બનાવવાની ભકતોની જીદ હંમેશા વિજયી બની છે. ૧૧ મે ર૦ર૦નાં રોજ સોમનાથ રાજા સોમ(ચંન્દ્ર) દ્વારા સુર્વણથી બાંધેલ મંદિર આજે વર્ષોની યાત્રા બાદ પૂર્ણ સુર્વણમયી બની ગયું છે અને અનેક ચઢાવ ઉતાર બાદ ભકતોની શ્રધ્ધામાં કંઈ જ ફરક નથી પડયો. જે વર્ષ દરમ્યાન આવતા લાખો યાત્રીઓની સંખ્યા ઉપરથી આપણને જાણવા મળે છે.