Thursday, January 21

માંગરોળ જાયન્ટ ઈન્ટરનેશનલ ગૃપ દ્વારા મેડિકલ સ્ટાફનું સન્માન કરાયું

માંગરોળમાં વિશ્વ નર્સ દિવસની પુષ્પ વર્ષા કરી ઉજવણી કરવામાં આવેલ હતી. વિશ્વ નર્સ દિવસને અનુલક્ષીને જાયન્ટ ઈન્ટરનેશનલ ગૃપ માંગરોળ દ્વારા સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે દિવસ રાત જાનના જોખમે કાર્યરત તમામ નર્સ બહેનોનું સ્વાગત સન્માન પુષ્પ વરસાવી, તાળીઓ પાડી, મોઢુ મીઠું કરાવીને કરવામાં આવેલ હતું. જેમાં ગુણવંતભાઈ સુખાનંદી, વિનુભાઈ મેસવાણીયા, નરેશભાઈ ગોસ્વામી, પંકજભાઇ રાજપરા, નિલેશભાઈ રાજપરા તેમજ અશ્વિનભાઈ કરગઠીયા હાજર રહ્યા હતા અને ખાસ તમામ તબીબી સ્ટાફને કોરોના મહામારી દરમ્યાન સેવા કાર્ય માટે અભિનંદન અને શુભેચ્છાઓ આપેલ
હતી.

error: Content is protected !!