અમદાવાદ : ટેક્સમાં રાહત આપવા ઉઠી માંગ, ૬૦ દિવસથી વધુ મિલ્કત બંધ રહેતા રાહતની જોગવાઇ

0

કોરોના વાયરસના પગલે સમગ્ર દેશ એક સમય માટે થંભી ગયો છે. દેશમાં ૬૦ દિવસથી વધુ લાકડાઉન રહ્યું છે. જેના પગલે અનેક ધંધા રોજગાર ઉદ્યોગ બંધ રહ્યા છે. ત્યારે હવે અમદાવાદમાંથી વેપારીઓ અને સંસ્થાની માંગ ઉઠી છે કે એએમસી ટેક્સની અલગ અલગ જોગવાઇ અંતર્ગત રાહત આપે. બીપીએમસી એક્ટમાં જોગવાઇ પણ કરવામાં આવી છે કે ખાલી અને બંધ એકમોને ટેક્સમાં રાહત આપવી જોઈએ. માહિતી આપતા પૂર્વ ટેક્સ કર્મચારી અને મેડિકલ પ્રોટેક્શન અવેરનન્સ ફાઉન્ડેશનના પ્રમુખ પિયુષ પરદેશીએ જણાવ્યું હતુ કે આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારી વચ્ચે લડત આપી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણ સાથે આજે સમગ્ર વિશ્વના વેપાર ધંધા રોજગાર પર પણ વિપરીત અસર પડી છે. રોજગારી પર માઠી અસર થતા વેપાર ધંધા ઠપ થઇ ગયા છે. નાના મોટા વેપાર ધંધા, દુકાનો, ઇન્ડ્રસ્ટ્રીઝ બંધ થઇ છે. જેના કારણે કરોડો લોકોની રોજગારી છીનવાઇ ગઇ છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સમાં રાહત આપવી જોઇએ. એએમસીએ અલગ અલગ વર્ષમાં ટેક્સમા રાહત મળે તે માટે ઠરાવ કર્યા છે. જે જોગવાઇ અંતર્ગત બંધ / ખાલી કે નોન યુઝ મિલકત પર ટેક્સમાં રાહત આપી શકાય છે. બે ટંક ભોજન માટે એએમટીએસનો કંડક્ટર કડિયા કામ કરવા મજબૂર પછાત વર્ગ સેવા સમિતિના પ્રમુખ અને પૂર્વ એએમસી ટેકસ કર્મચારી પુનમભાઇ પરમાર પણ દાવો કરી રહ્યા છે કે એએમસી દ્વારા ૧૯૯૯/૨૦૦૦, વર્ષ ૨૦૦૦-૦૧, વર્ષ ૨૦૦૧-૦૨ વર્ષ, ૨૦૦૪-૦૫માં એએમસીએ સ્ટેન્ડિંગ કમિટીમાં રાહત આપવાની જોગવાઇ કરાઇ છે. જે અંતર્ગત વર્તમાન લોકડાઉનના પગલે ૬૦ દિવસથી વધુ દુકાનો અને ધંધા રોજગાર બંધ રહ્યા છે. અમદાવાદ શહેરમાં એક અંદાજ મુજબ ૬ લાખ ઉપર કોમર્શિયલ એકમો છે, જેને સીધી રાહત મળી શકે છે. સરકાર દ્વારા જ સીધી રીતે લાકડાઉન જાહેર કરી દુકાનો-ઇન્ડસ્ટ્રીઝ બંધ રાખવાના આદેશ અપાયા હતા. આથી એએમસીમાં બીપીએમસી એક્ટ જોગવાઇ અંતર્ગત વેપારીઓને સીધી રાહત અપાઇ શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!