જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર કોરોના વાયરસ સામે લડવા દેશવાસીઓનો સાથસહકારી માંગી રહ્યાં છે, ત્યારે એમના જ પક્ષના લોકોએ આ આફતને ઝડપથી નાણાં કમાવવાની તકમાં બદલી નાંખીએ એવા આરોપો થઈ રહ્યાં છે. હિમાચલ પ્રદેશમાં તાજેતરમાં પીપીઈ કિટની ખરીદીનું કૌભાડ બહાર આવ્યું છે અને એમાં પ્રદેશપ્રમુખ સંકળાયેલા હોવાના આરોપો મૂકાયા છે. ગુજરાતમાં ધમણ વેન્ટિલેટરનો મામલો હજુ શાંત થયો નથી, ત્યારે ભાજપશાસિત અન્ય એક રાજ્યમાં આ પ્રકારનું કૌભાંડ બહાર આવતા હિમાચલ પ્રદેશના પ્રદેશપ્રમુખ રાજીવ બિંદલને રાજીનામું આપવાની ફરજ પડી છે. જોકે ગુજરાતમાં ભાજપના એક પણ પદાધિકારીએ નૈતિકતાના ધોરણે પણ રાજીનામું આપવાની ઓફર કરી નથી એ અલગ વાત છે. હિમાચલપ્રદેશમાં પીપીઇ કિટની ખરીદીના કૌભાંડનો રેલો ભાજપ સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં ભાજપના પ્રદેશપ્રમુખ રાજીવ બિંદલે પોતાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે. તેમણે બુધવારે એમનું રાજીનામું પક્ષનાં રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાને મોકલી દીધું છે. કૌભાંડ સાથે સંબંધિત અધિકારીની વાતચીતની કથિત ઓડિયો ક્લિપ સામે આવ્યા પછી હેલ્થ ડાયરેક્ટરની અગાઉ ધરપકડ થઈ ગઈ છે. જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એમાં કરોડો રૂપિયાની લેણદેણની વાત કરવામાં આવી છે. દરમ્યાન રાજીવ બિંદેલે આ કૌભાંડની તપાસ તટસ્થપણે થાય એ માટે રાજીનામું આપ્યું હોવાની વાત કરી છે. પીએમઓ સુધી વાત પહોંચી છે હિમાચલપ્રદેશમાં પીપીઈ ખરીદીના કૌભાંડનું પ્રકરણ પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યું હતું. એક પત્રમાં પ્રધાનમંત્રીને પ્રદેશમાં કોરોના સમયગાળામાં થયેલા આ કૌભાંડની જાણકારી આપવામાં આવી હતી. પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, જ્યારે કોરોનાવાયરસ દેશવાસીઓ ઉપર કહેર બનીને આવ્યો છે, ત્યારે કેટલાંક લોકો માટે ભ્રષ્ટાચાર કરીને કમાણી કરવાની સિઝન શરૂ થઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews