કોરોના વાયરસ મહામારી બાદ વધુ એક આમંત્રણ વિનાનો મહેમાન ભારત માટે માથાનો દુઃખાવો બની ગયો છે. એ છે દુનિયાના સૌથી ખતરનાક પ્રવાસી તીડ. તીડના એક મોટા ઝુંડે એપ્રિલ મહિનામાં પાકિસ્તાનમાંથી ભારતમાં પ્રવેશ કર્યો હતો અને તે ત્યારથી પાકોને નુકસાન પહોંચાડી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, છેલ્લાં ૨૬ વર્ષોમાં ભારત ઉપર આ તીડના ઝુંડનો સૌથી ખતરનાક હુમલો છે. આ તીડનું ઝુંડ આફ્રિકાના સીંગથી ફેલાઈને યમન સુધી ગયું, પછી ઈરાન અને પાકિસ્તાન. પાકિસ્તાનમાં ઘણા હેક્ટરમાં ફેલાયેલા કપાસના ખેતરો પર હુમલો કર્યા બાદ તેમણે ભારતને નિશાનો બનાવ્યું. એક એકલું ઝુંડ એક વર્ગ કિલોમીટર સુધીના ક્ષેત્રમાં ફેલાયેલું હોઈ શકે છે. ૮થી ૧૫ કરોડ જેટલા તીડ ૩૫૦૦૦ કરતા વધુ લોકો માટે પર્યાપ્ત પાકને નુકસાન પહોંચાડી શકે છે. તેમની પાસે પ્રજનન કરવાની અસાધારણ ક્ષમતા હોય છે અને તે લાંબી ઉડાન ભરવામાં માહેર હોય છે. એક જ દિવસમાં તે આશરે ૧૫૦ કિમીનું અંતર કાપી લે છે. શિયાળાથી જ આ તીડોએ ખેડૂતોની રાતોની ઊંઘ હરામ કરી નાંખી છે. છેલ્લાં ૧ વર્ષમાં તીડોથી પ્રભાવિત મોટાભાગના ખેતરોમાં એક તૃતિયાંશ કરતા વધુ પાક નષ્ટ થઈ ચુક્યો છે. તે ગરમીઓના પાકને ખાવા માટે મોટાભાગે જુનની આસપાસ ભારત આવે છે, પરંતુ આ વર્ષે તેઓ એપ્રિલમાં આવી ગયા. તેણે ઘણા રાજ્યોની કૃષિ આધારિત અર્થ વ્યવસ્થાઓને જોખમમાં મુકી દીધી છે અને તીડના ઝુંડાના હુમલાથી બચવાનો કોઈ રસ્તો નથી. કીટનાશકોથી ભરેલા ટ્રકોને દેશના અલગ-અલગ ભાગોમાં મોકલવામાં આવી રહ્યા છે પરંતુ આ તીડોને માત્ર રાત્રે જ નષ્ટ કરી શકાય છે, જ્યારે તેઓ ઝાડો ઉપર આરામ કરે છે. આ સમસ્યા સામે લડવા માટે ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. પરંતુ દુર્ભાગ્યથી ગ્લોબલ વોર્મીંગના કારણે તેમની સંખ્યા ખૂબ જ વધુ છે. આ ગરમીઓથી લઈને ઠંડી સુધી તીડો પ્રજનન કરી શકે છે. તેમણે આફ્રિકાથી લઈને પશ્ચિમ એશિયા સુધી આખી દુનિયાની યાત્રા કરી છે. જુન ૨૦૧૯માં તીડો ઈરાનથી પાકિસ્તાન પહોંચ્યા હતા, જ્યાં તેમણે કપાસ, ઘઉં અને મક્કાઈ જેવા ગરમીના પાકોને નષ્ટ કરી દીધા હતા. જોકે, તીડના ઝુંડના હુમલા ઓછાં થવાની આશા હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews