મેંદરડા : ટ્રકે મોટરસાયકલને હડફેટે લેતાં ૧નું મોત

મેંદરડામાં ટ્રક ચાલકે મોટરસાયકલને હડફેટે લેતાં એક વૃધ્ધાનું મૃત્યું નિપજ્યું છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર મેંદરડામાં બાલાજી પેલેસની પાછળ રહેતાં દર્પણભાઈ જમનભાઈ રાણોલીયાએ પોલીસમાં આ કામનાં આરોપી અતુલભાઈ ભાણાભાઈ રાઠોડ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ પોતાનાં હવાલાનો ટ્રક રજી નં.જીજે ૧૧ ઝેડ ૮૭૮૮ પુરઝડપે અને બેફીકરાઈથી ગફલતભરી રીતે માનવ જીંદગી જાખમાય તે રીતે નશો કરેલી હાલતમાં ચલાવી ફરીયાદીનાં બા-બાપુજીનાં મોટરસાયકલને હડફેટે લઈ એકસીડન્ટ કરી ફરીયાદી દર્પણભાઈનાં બાનું મોત નિપજાવી તથા તેમનાં બાપુજીને ગંભીર ઈજાઓ કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!