ચોકી (સોરઠ) ખાતે મહિલાને છરી બતાવી છેડતી કરતાં ફરીયાદ

જૂનાગઢનાં ચોકી (સોરઠ) રેલ્વે સ્ટેશન પાસે રહેતાં એક પરીવારનાં બહેનએ પોલીસમાં આ કામનાં આરોપી વિશાલ હીરજીભાઈ કુંભાણી તથા તેની સાથેનાં બે અજાણ્યા માણસો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં ફરીયાદી પોતાના ઘરે હાજર હતા ત્યારે આ કામનાં આરોપી વિશાલ કુંભાણી પોતાના સંબંધી થતા હોય અને પોતાને ઘરે આવતા ફરીયાદીએ તેઓને ચા-પાણીનું પુછેલ અને પછી આરોપી વિશાલ કુંભાણી સાથે આવેલ બે અજાણ્યા વ્યકિત પૈકી એક વ્યકિતએ ફરીયાદીની છરી બતાવી તેનું ગાઉન ફાડી નાખી શારિરીક છેડતી કરી તેમજ ફરીયાદીએ રાડારાડી કરતા આરોપીઓ ત્યાંથી પોતાનું મોટરસાયકલ લઈને ભાગેલ દરમ્યાન માણસો ભેગા થઈ જતાં આરોપીઓ પોતાનું મોટરસાયકલ ત્યાં મુકી અન્ય સાહેદને છરી બતાવી મારી નાંખવાની ધમકી આપી સાહેદનું મોટરસાયકલ સીડી ડીલક્ષ રૂ.૧પ હજારની કિંમતનું લુંટ કરી નાશી જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!