જૂનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા લોકડાઉનનાં ત્રણ તબકકા દરમ્યાન ર૧૦૦થી વધુ રાશન કિટસ જરૂરિયામંદ લોકોને વિતરણ કરાયા બાદ ચોથા તબકકામાં વધુ ૧૦૦ રાશન કિટસ દાતાઓનાં સહયોગથી સર્વજ્ઞાતિય લોકોને અર્પણ કરવામાં આવી હતી. બીજી તરફ હવે સંસ્થા દ્વારા અભિયાનનો રાહ બદલીને અત્યારનાં સમયમાં સોથી વધુ અગત્યનાં એવા માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજ સુધીમાં કુલ પાંચ હજારથી વધારે માસ્ક વિતરણ કરાયા છે. લોકડાઉનની શરૂઆત થતા જ જૂનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા ગરીબ અને રોજેરોજનું કમાઈને ખાતા તેમજ કોઈને પાસે હાથ લાંબો ન કરી શકતા પરિવારોને રાશન કિટસનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. રાશન કિટસ લેનારની લાગણી ન દુભાય અને તેને સહાય પણ મળી રહે તેની કાળજી રાખીને આ સેવાયજ્ઞ હાથ ધરાયો હતો. સમુહલગ્ન પ્રણેતા અન સમાજસેવક હરસુખભાઈ વઘાસિયા તથા મહિલા મંડળનાં પ્રમુખ પ્રિતિબેન બી. વઘાસિયાએ વધુ વિગતો આપતા જણાવ્યું છે કે, લોકડાઉનનાં ચોથા તબકકામાં ૧૦૦ રાશન કિટસ અર્પણ કરવામાં આવી છે. જયારે ફેરિયા, રેકડીવાળા, રીક્ષા ચાલકો, મજુરો વગેરે જેવા સમાજનાં નાના વર્ગનાં લોકોને પાંચ હજારથી વધારે માસ્કનું વિતરણ કરાયું છે. લોકડાઉન ખુલતા જ હવે બજારમાં લોકોની અવર-જવર વધી છે. જેને લઈને કોરોનાનું સંક્રમણ પણ વધવાનો ભય વધ્યો છે. આ સ્થિતિ વચ્ચે દરરોજ અનેક લોકોનાં સંપર્કમાં આવતા ફેરિયા, રેકડીવાળા, કામદારો વગેરેને સલામતી આપવી જરૂરી છે. જેનાં કારણે આ માસ્ક વિતરણનું અભિયાન હાથ ધરાયું હતું. આ સાથે જ સેવાકિય કાર્યો કરતી અન્ય સંસ્થાઓને પણ લેઉવા પટેલ મહિલા મંડળે મદદરૂપ બનીને આર્થિક સહયોગ આપ્યો છે. મુક-બધિર રમણીકભાઈ વઘાસિયા સહિતનાં લોકોએ માસ્ક બનાવવાનાં સેવાયજ્ઞ તન-મનથી સહયોગ આપ્યો છે. માસ્ક બનાવવાની કામગીરી થકી ઘણી બહેનોને રોજગારી પણ મળી છે. રાશન કિટસ તથા માસ્ક વિતરણનાં સેવાકાર્યમાં ભાવેશભાઈ વઘાસિયા, અશોકભાઈ વઘાસિયા, શિતલબેન જાષી, મિથુનભાઈ નિમાવત, કાલુભાઈ લખલાણી, નરેન્દ્રભાઈ જાષી વગેરેએ ખભેખભા મિલાવીને સહયોગ આપ્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews