જેઠ સુદ અગિયારસનાં દિવસની આજે સાદાઈથી અને ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ભીમ અગીયારસનાં આ દિવસે અગાઉનાં દિવસોમાં વરસાદ અચુક થતો હોય અને ખેડુતો વાવણી કાર્ય શરૂ કરતાં હોય છે અને શુકનવંતી વાવણીનાં પ્રારંભ સાથે ઘરે-ઘરે લાપસીનાં આંધણ અને પુરી અને રસનું જમણ થતું હોય છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી આ ક્રમમાં ફેરફાર થયો છે. આજે ભીમ અગીયારસ પણ વરસાદની આગાહીઓ છતાં કોરી ધાકોળ જઈ રહી છે. લોકડાઉનનો પિરીયડ પુરો થતાં અનલોક થયેલાં જૂનાગઢ સહિત રાજયભરમાં લોકોએ આજે કેરીની ખરીદી અને ભીમ અગીયારસની ઉજવણી તેમજ નિર્જલ અગીયારસનાં ઉપવાસ, એકટાણાંનાં કાર્યક્રમો પણ ઘરમેળે શરૂ કર્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews