કોરોનાનાં દર્દી પરત થઈને ઘરે પણ આવી ગયા પરંતુ મજેવડી દરવાજા બહારનો વિસ્તાર હજુ પણ પેક છે : રહેવાસીઓને મુશ્કેલી

જૂનાગઢ શહેરનાં મજેવડી દરવાજા બહાર ભારત મીલનાં ઢોરા વિસ્તાર સંપૂર્ણ મજુર વર્ગનો વિસ્તાર છે. આ કોરોન્ટાઈન ઝોનમાં ઘરે-ઘરે સામાજીક સંસ્થાઓ દ્વારા મદદ કરવા અપીલ કરાઈ છે. આ વિસ્તારનાં લોકોને હાલ કોઈપણ જાતની સહાય વિનાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ વિસ્તારનાં રહેવાસીઓએ એક લેખીત રજુઆત સાથે પોતાની વ્યથા જણાવી હતી કે, મુકેશભાઈ નામનાં વ્યકિતને ટીબીની બિમારી હતી અને તેમને કોરોનાનાં કારણે હોસ્પિટલ વિભાગમાં ભરતી કરાયા હતાં. સારવાર બાદ મુકેશભાઈ નામનાં આ વ્યકિત સારવાર બાદ પોતાનાં ઘરે આવી ગયેલ છે પરંતુ કોરોનાનાં કારણે રહેઠાણ વિસ્તાર છે તે કોરેન્ટાઈન કરી કંન્ટેન ઝોન જાહેર કરી બંધ કરી દેવામાં આવ્યો હતો. કોરોના પોઝિટીવ કેસ ગણાતાં મુકેશભાઈ નામની આ વ્યકિત પોતાનાં ઘરે પરત આવી ગયેલ છે. ત્યારે આ વિસ્તારને ખોલી નાખવાની લાગણી અને માંગણી આ રહેવાસીઓએ દર્શાવી છે. વિશેષમાં આ વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો હતો અને જેને કારણે ભારે તકલીફ પડી રહી છે. આ વિસ્તારમાં વધુ પ્રમાણમાં મજુર વર્ગ રહે છે. રોજેરોજનું કમાઈને ગુજરાન ચલાવે છે. મજુર વર્ગ મજુરીએ જઈ શકતો નથી. રાહની સુવિધા અપાઈ નથી તેમજ કોઈ ખાવાપીવાનું પણ પુછતું નથી અને લોકો કોઈ કામપણ કરી શકતા નથી. આ બાબતે યોગ્ય કરવાની આ વિસ્તારનાં લોકોની માંગણી ઉઠવા પામી છે. સામાજીક સંસ્થાઓને આ વિસ્તારમાં ઘરે ઘરે રાહત કીટ મળે તેવી માંગણી ઉઠી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!