જૂનાગઢ સહિત જીલ્લામાં કોરોના વાયરસની મહામારીનાં સંક્રમણને ખાળવા માટેનાં તકેદારીનાં પગલાં સંપૂર્ણ લેવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી સેફ રહેલાં જૂનાગઢ જીલ્લામાં ગત તા.પમીથી કોરોનાની એન્ટ્રી થયા બાદ કુલ-ર૯ જેટલાં કેસો નોંધાયા હતાં. જેમાંથી રપ જેટલાં દર્દીઓએ કોરોનાને માત આપી હતી. આ દરમ્યાન જૂનાગઢ શહેરનાં હનુમંત એપાર્ટમેન્ટ ખાતે રહેતાં પ૪ વર્ષનાં રશ્મીબેન એચ.રાવલને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેનો ગત તા.ર૯ મે નાં રોજ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને ત્યારબાદ ગઈકાલે તેમનું મૃત્યું થયું હતું. હવે જીલ્લામાં એકટીવ કેસની સંખ્યા ૩ રહી છે અને લોકોને કોરોનાનાં રોગચાળા સામે સંપૂર્ણ સાવચેતી જાળવવાની અપીલ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘી દ્વારા કન્ટેઈન્મેટ એરીયા સંબંધે કેન્દ્ર તથા રાજય સરકારશ્રીની સુચના અનુસાર જાહેરનામું બહાર પાડી અને માઈક્રો કન્ટેઈન્મેટ એરીયા કેટલાક વિસ્તારને જાહેર કરવામાં આવેલ છે અને કેટલાંક પગલાં જારી કરવામાં આવેલ છે દરમ્યાન જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ હાલનાં સંજાગોમાં લોકોએ કોઈપણ જાતનો ડર રાખ્યા વિનાં સંપૂર્ણ સાવચેતી અને જાગૃતિ અને તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ સ્વચ્છતા, મોઢે માસ્ક બાંધવું, ડિસ્ટન્સ જાળવવું, વારંવાર હાથ ધોવા તેમજ પોતાને અને અન્યને પણ સાવચેતી રીતે વર્તવાની સલાહ આપવામાં આવી છે અને આમ જનતા અને વહીવટી તંત્રનાં સહયોગ સાથે કોરોના સામેનાં યુધ્ધમાં આપણે સૌ જા સાવચેતી જાળવશું તો સુરક્ષિત રહેશું તેવો વિશ્વાસ પણ અધિકારી ગણ દ્વારા વ્યકત કરાયો છે. કન્ટેઈન્મેટ એરીયા સંબંધે સરકારશ્રીની સુચના અનુસાર માઈક્રો કન્ટેઈન્મેટ એરીયા જાહેર કરવાના થતા હોય, જેથી ઉકત પ્રસિધ્ધ કરાયેલ જાહેરનામાઓમાં દર્શાવેલ નીચે મુજબનાં કન્ટેઈન્મેટ એરીયા સામે દર્શાવેલા માઈક્રો કન્ટેઈન્મેટ એરીયા વાંચવા પુરતો આથી સંકલીત સુધારા હુકમ કરવામાં આવેલ છે. કન્ટેઈન્મેટ એરીયા ઃ વિસાવદર તાલુકાના પ્રેમપરા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ય જુના ગામતળનો સમગ્ર વિસ્તાર, વિસાવદર તાલુકાનાં બરડીયા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ બસ સ્ટેશનથી રામ મંદિર સુધીના રસ્તાની બંને બાજુનો સમગ્ર વિસ્તાર, ભેંસાણ તાલુકાનાં રાણપુર ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ રાણપુર ગામતળનાં જુનું સંધીપા વિસ્તાર, મોટા ચોકથી જુના દરવાજા સુધીનો વિસ્તાર, કોળીપા વિસ્તાર, બેનશા પ્લોટીંગ વિસ્તાર, પાણીના ટાંકા પાસે બાવા શેરી વિસ્તાર, મેઈન બજારથી રાણેશ્વર મંદિર સુધીનો વિસ્તાર, ડો.બોરડનાં દવાખાનાથી આજુબાજુના પ્લોટ વિસ્તાર, માણાવદર તાલુકાના ઈન્દ્રા ગ્રામ પંચાયત વિસ્તારના ઈન્દ્રા ગામના પ્રવેશ દ્વારથી પ્રાથમિક શાળા થઈ મુખ્ય ચોક થઈ મનસુખ ડાયાભાઈ કરડાણીયાના ઘરથી થઈ ગોકળભાઈ માવજીભાઈના ડેલા સુધીના જુના ગામતળનો પશ્વિમ ભાગનો સમગ્ર વિસ્તાર, કેશોદ તાલુકાનાં કેશોદ નગરપાલીકાના વોર્ડ નં.૧ના વિસ્તારમાં સમાવિષ્ટ સિધ્ધી વિનાયક નગર-૧, સિધ્ધી વિનાયક નગર-ર તથા જુનીવાડી નામે ઓળખાતો સમગ્ર વિસ્તાર, કેશોદ તાલુકાના કેશોદ નગરપાલીકાના વોર્ડ નં.૭ના વિસ્તારમાં આવેલ સફારી પાર્ક-૧માં સમાવિષ્ટ રમેશભાઈ વડારીયાના કિશન મકાનથી જગદીશભાઈ સેજાણીના રાધે મકાન સુધી તથા પંચવટી પેલેસ-બી સ્થાપત્ય પેલેસ-એ થી ઉમીયા માતાજીનાં મંદિર સુધી તથા સેરઅલી બાબુભાઈ પેથાણીનાં મકાન સુધીનો વિસ્તાર. માઈક્રો કન્ટેઈન્મેટ વિસ્તાર ઃ પ્રેમપરા જુના ગામતળની મેઈન બજારથી જમણી બાજુ કિશોરભાઈ કરશનભાઈ વઘાસીયાના મકાનથી ગીજુભાઈ કુરજીભાઈ વૈશ્નવના મકાન સુધી, વઘાસીયા ફળી, મેઈન બજાર, ચાર ચોક, ગરબી ચોક (સાંકડી શેરી)થી સંદિપા શેરી, કનેરીયા શેરીના (૧) ડઢાણીયા હેમલતાબેન જમનભાઈ, (ર) કનેરીયા અમૃતભાઈ ગોરધનભાઈ, (૩)ડઢાણીયા મનસુખભાઈ મકનભાઈ, (૪) ભાટુ રાજુભાઈ કરશનભાઈ તથા (પ) કિંદરખેડીયા ડાયાભાઈ ભોજાભાઈના ઘરો એમ કુલ-પ મકાન, સિધ્ધી વિનાયક નગર-રમાં રહેતા હરસુખભાઈ બજાણીયાના ઘરથી જગમાલભાઈ નંદાણીયાના ઘર સુધી તથા મુકેશભાઈ ત્રિભોવનદાસ નિમાવતાના ઘરની દિવાલ પૂર્ણ થયે રોડ એન્ટ્રી તથા એકઝીટ પોઈન્ટ બાદ શામજીભાઈ ગામીના મકાન પાછળની દિવાલ સુધી કુલ-૬ ઘર, સફારી પાર્કમાં આવેલ મનસુખભાઈ આંકોલાનાં મકાનના ગેઈટ તથા તેમની સામે આવેલ મગનભાઈ ઘેટીયાના મકાનની બાજુની ગલીથી લઈ સુખભાઈ વાજાના મકાનની સામે આવેલ રોડ ઉપરના સબ સ્ટેશન પાસે રોડ ઉપર એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ તથા હરેશભાઈ સેજાણીના મકાનથી લઈ વિજયભાઈ લાંગણેચાના મકાનથી લઈ અરવિંદભાઈ પોપટભાઈ સાપરીયાના મકાન સુધી આશરે ૧૧-ઘરનો સમાવેશ થાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews