જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીનાં માર્ગદર્શન હેઠળ અને જૂનાગઢ જીલ્લા પુરવઠા અધિકારી નિલેષ ગોવાણી, ગ્રામ્ય મામલતદાર અઘેરા અને જીલ્લા પુરવઠા વિભાગનાં ચીફ ઈન્સ્પેકટર એમ.એસ. ભેંસાણીયા અને પુરવઠા વિભાગની ટુકડીએ ગઈકાલે ચોક્કસ બાતમીનાં આધારે બિલખા ખાતેથી એક બિનઅધિકૃત ઘઉંનો મોટો જથ્થો ઝડપી લઈ અને આધાર પુરાવા વિનાનાં આ જથ્થાને સીઝ કરી અને આગળની કાર્યવાહી માટે બિલખા પોલીસને સોંપી દેવામાં આવેલ છે.
આ બનાવ અંગેની પ્રાપ્ત થતી વિગત અનુસાર બિનઅધિકૃત રીતે ઘઉંનો જથ્થો સગેવગે કરવામાં આવતો હોવાની ચોંકાવનારી વિગતો મળતાં જ જૂનાગઢ જીલ્લા પુરવઠા વિભાગનાં ચીફ ઈન્સ્પેકટર એમ.એસ. ભેંસાણીયાએ આ અંગે ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મેળવી અને ત્યારબાદ બિલખા ખાતે પુરવઠાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને દરોડો પાડતાં બિન અધિકૃત ઘઉંનો જથ્થો ટ્રકમાંથી ઝડપાયો હતો.
જીજે ૦૩ બીડબલ્યુ ૯રપ૧ નંબરનાં ટ્રકમાં પ૬૦ કટ્ટા ઘઉં ભરેલા હતા અને આ જથ્થો બિલ વગરનો અને બિન અધિકૃત હોવાનું બહાર આવ્યું હતું. વિશેષમાં પુરવઠા વિભાગનાં ચીફ ઈન્સ્પેકટર એમ.એસ. ભેંસાણીયાનાં જણાવ્યા અનુસાર આ જથ્થા અંગે બિલખાનાં જ વ્યકિતએ આ જથ્થો મંગાવ્યો હોવાનું અને તેને સગેવગે કરવાની પેરવી થતી હોવાની માહિતી મળતાં જ અમે આ દરોડો પાડ્યો હતો અને સલીમભાઈ નામની વ્યકિતની પુછપરછ કરતાં તેમની પાસે કોઈ આધારપુરાવા કે કોઈ અન્ય માહિતી મળી નહતી. ઘઉંનો આ જથ્થો છુટક તેમજ અમુક જથ્થો ખેડુતો પાસેથી લીધો હોવાનું બહાર આવ્યું હતું. હાલનાં તકે આ ઘઉંનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે અને વધુ કાર્યવાહી માટે બિલખા પોલીસને તપાસ માટે સોંપી આપવામાં આવેલ છે તેમ ચીફ પુરવઠા ઈન્સ્પેકટર એમ.એસ. ભેંસાણીયાએ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews