કોંગ્રેસ રાષ્ટ્રીય અગ્રણી શક્તિસિંહ ગોહિલના માતુશ્રી રાજેન્દ્રકુમારીબાનું અવસાન

કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણી શક્તિસિંહ ગોહિલના માતુશ્રી રાજેન્દ્રકુમારીબાનું અવસાન થયું છે. જેમના અંતિમ સંસ્કાર લીમડા ખાતે કરાયા હતા. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને પ્રભારી રહેલા શક્તિસિંહ ગોહિલના માતુશ્રી રાજેન્દ્રકુમારીબા હરિશશ્ચન્દ્રસિંહ ગોહિલનું ૮૫ વર્ષની વયે અમદાવાદ ખાતે અવસાન થયું છે. સ્વર્ગસ્થ રાજેન્દ્રકુમારીબા ધર્મપરાયણ અને સરળ સ્વભાવના હતા અને વતન લીમડા (હનુભાના) પરિવારમાં સૌ ‘મમ્મી’ તરીકે કાયમ સંબોધન કરતા. તેઓનું અવસાન થતા પાર્થિવદેહને લીમડા ખાતે લાવવામાં આવેલ જ્યાં અંતિમ સંસ્કાર વિધિ કરાઈ હતી.
શક્તિસિંહ ગોહિલે તેમના એક સંદેશામાં જણાવેલ કે, મારા જીવનમાં કદી નહીં પુરી શકાય તેવી ખોટ પડી છે. મારા માતુશ્રીનું અવસાન થયેલ છે. મારા શુભચિંતકોની સંવેદના અમારા પરિવારની સાથે જ હોય તેનો મને પૂરો વિશ્વાસ છે. હાલ જ્યારે કોરોનાની મહામારી ચાલી રાહી છે ત્યારે શોકાંજલી માટે રૂબરૂ ના આવવા તેઓએ અનુરોધ કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!