તાજેતરમાં સમગ્ર વિશ્વ કોવીડ-૧૯ની મહામારી સામં જંગ લડી રહ્યું છે જેની શરૂઆત ચીનનાં વુહાન શહેરથી નવેમ્બર-ર૦૧૯માં થઈ હતી. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરનાના કેસો દિન પ્રતિદિન વધી રહેલ છે ત્યારે ચીન પોતાના અર્થતંત્રને ધમધમતું કરવા માટે નીત નવી નીતિઓ અપનાવી રહેલ છે. આવા સમયે જૂનાગઢના સીટી હોસ્પીટલનાં ઓર્થોપેડીક સર્જન ડો. રમેશ ગજેરાએ ચીનની બનાવટની મોરીસ ગરેજીસ કંપનીની કાર જેનું રૂ. પ૦ હજાર ચૂકવી બુકીંગ કરાવાયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર બનવાની અપીલને માન આપી ડો. રમેશ ગજેરાએ ચીનની કારનો બહિષ્કાર કરી અને સ્વદેશી કંપનીની કાર ખરીદવા નિર્ણય કરી પ્રેરક ઉદાહરણ સાથે સ્વદેશી વસ્તુઓ ખરીદવા અપીલ કરી છે.
આ અંગે જૂનાગઢની સીટી હોસ્પીટલના ડો. રમેશ ગજેરાએ જણાવેલ છે કે, તેમને ચાઈના ટેક ઓવર મોટરકાર બનાવતી કંપનીની પેટ્રોલ ટોપ મોડેલ ઓટોમેટીર કાર કે જેની કિંમત રૂ. ર૦ લાખ છે તે તેમણે ચાર માસ પહેલાં રૂ. પ૦ હજાર આપી બુક કરાવી હતી. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર બની દેશવાસીઓને સ્વદેશી વસ્તુઓ અપનાવવા કરેલી અપીને માન આપી ચાઈનીઝ કંપનીની કાર માટે બુક કરાવેલ રકમ જતી કરીઅને ભારતીય બનાવટની અન્ય મોટરકાર ખરીદવાનો નિર્ણય કરેલ છે અને દેશવાસીઓને સ્વદેશી વસ્તુ ખરીદવા અનુકરણીય, પ્રેરક ઉદાહરણ પુરૂં પાડેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews