ભીમ અગિયારસની શુકનવંતી સવારી : જૂનાગઢમાં અમી છાંટણા અને ૬ તાલુકામાં અડધોથી અઢી ઈંચ વરસાદ

0

ગઈકાલે ભીમ અગિયારસનાં દિવસે મેઘરાજાએ શુકનવંતી સવારી કરી હોય તેમ જૂનાગઢ અને સોરઠ પંથકમાં કયાંક અમી છાંટણા તો કયાંક અડધોથી અઢી ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. જે વિસ્તારમાં વરસાદ થયો છે ત્યાં ખેડુતોએ વાવણી કાર્યની પણ તૈયારી કરી દીધી છે. નિસર્ગ વાવાઝોડાને લઈને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ જીલ્લામાં તોફાની પવન સાથે કરા સાથે વરસાદ પડયો હતો. જૂનાગઢ જીલ્લાનાં કેશોદ, માળીયા હાટીનામાં અઢી ઈંચ, માણાવદરમાં દોઢ ઈંચ, ગડુ શેરબાગમાં ૧ ઈંચ, મેંદરડામાં એકથી દોઢ ઈંચ, વિસાવદર, બિલખા, શાપુર, વંથલીમાં ઝાપટારૂપી પોણો ઈંચ વરસાદ પડયો હતો. ભારે વરસાદનાં કારણે કેરીનાં પાકને નુકશાન પહોંચ્યું છે. માળીયા હાટીનામાં ડેલો પડતા એક વ્યકિતનું મોત થયું છે. જૂનાગઢમાં ગઈકાલે બપોર બાદ ધુળની ડમરીઓ ઉડયા બાદ ભારે પવન ફુંકાયો હતો. સાંજે વરસાદી છાંટા પડયા હતાં. ગિરનાર ઉપર છુટાછવાયા વરસાદી ઝાપટા પડયા હતાં. જયારે માળીયા હાટીના તાલુકાના ગામોમાં અઢી ઈંચ વરસાદ પડયો હતો. ગામમાં અને રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતાં. તેમજ કેશોદ અને તાલુકાનાં ગામોમાં એકાએક વરસાદ તુટી પડયો હતો. અઢી ઈંચ પાણી પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતાં તથા માણાવદરમાં એકાએક વાતાવરણ પલ્ટાયું હતું. અને પવન સાથે દોઢ ઈંચ વરસાદ પડયો હતો. વરસાદ પડતાં વિજળી ગુલ થઈ ગઈ હતી અને મેંદરડામાં સતત પંદર મીનીટ વરસાદ થતાં એકથી દોઢ ઈંચ પાણી પડયું હતું. મેંદરડા અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયા હતાં. આ ઉપરાંત વિસાવદર, વંથલી, શાપુર સહીત ગામોમાં પોણો ઈંચ વરસાદ પડયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!