માણાદરમાં ગઈકાલે તોફાની વરસાદ વરસ્યો હતો ભારે પવનથી વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. મટીયાણા ગામે રહેણાંક મકાનનાં પતરા ઉડયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ખેતરોમાં પાણી વહી નીકળ્યાં હતા. માણાવદરનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં અને વીજળી ડુલ થતાં તંત્રની પ્રિ-મોનસુનની કામગીરીની પોલ ખુલી ગઈ હતી. જયારે માણાવદરની ઓઈલ મીલની જગ્યા ઉપર લઈ જવાયેલ શાકભાજીનાં સ્ટોલોનાં મંડપ ઉડી ગયા હતા આથી ધંધાર્થીઓ ચિંતામાં મુકાય ગયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews