ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેતી જૂનાગઢ એસઓજી પોલીસ

0

જૂનાગઢ એસઓજી પોલીસ દ્વારા ચોક્કસ બાતમીનાં આધારે વોચ ગોઠવી અને એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘની સુચના મુજબ જીલ્લામાં નશીલા પદાર્થોની માદક પદાર્થોની બદી સદંતર નેસ્તનાબુદ કરવા માટે ખાસ સુચના આપેલ જેનાં અનુસંધાને ઝુંબેશ શરૂ કરવામાં આવેલ હોય અને એસઓજી ટીમને કાર્યરત કરવામાં આવેલ જેના ભાગરૂપે ગત તા.૧-૬-ર૦ર૦નાં રોજ એસઓજી પોલીસ ઈન્સ્પેકટર એન.બી.બારોટને બાતમી મળેલ કે જૂનાગઢ મેજવડી ગેઈટથી ભવનાથ તરફ જતાં રોડ ઉપર એક ઈસમ પોતાની પાસે ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો લઈ પસાર થનાર છે જે ચોક્કસ બાતમીનાં આધારે એસઓજી ટીમ વોચમાં ગોઠવતા ભરત ઉર્ફે પુરાના વાલજીભાઈ બગડા (ઉ.વ.૩૩, રહે.ટેલીફોન એક્ષચેન્જ ઢોરા પાસે, વાલ્મીકીવાસ, જૂનાગઢ)વાળા પાસેથી થેલો મળી આવેલ જે ચેક કરતાં માદક પદાર્થ ગાંજા હોવાનું જણાતા તુરંત એફએસએલ અધિકારીને બોલાવી મળી આવેલ પદાર્થનું પરીક્ષણ કરતાં ગાંજા હોવાનું બહાર આવેલ આ શખ્સની પુછપરછ કરતાં આ જથ્થો રાજકોટ ખાતેથી લાવેલ અને છુટક વેચવા લાવેલાનું જણાવેલ. જેથી આ ઈસમની પાસેથી મળેલ થેલામાંનો માદક પદાર્થ ગાંજા કુલ ૩.રપ૭ કિગ્રા રૂ.૩રપ૭૦ તથા મોબાઈલ-૧ તથા રોકડ મળી કુલ રૂ.૬૯પ૭૦નો મુદ્દામાલ કબ્જે કરી આ ઈસમને હસ્તગત કરી તેમના વિરૂધ્ધ જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીસી એકટ કલમ ૮(સી), ર૦(બી), ર૯ મુજબ ગુનો નોંધાવી અને આગળની કાર્યવાહી માટે જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે. આ કામગીરીમાં એસઓજીના પોલીસ ઈન્સ્પેકટર એન.બી.બારોટ તથા પોલીસ સબ ઈન્સ્પેકટર જે.એમ.વાળા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પુંજાભાઈ ભારાઈ, મહેન્દ્રભાઈ કુવાડીયા તથા સામતભાઈ બારીયા, પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ દાનાભાઈ તથા અનિરૂધ્ધ ચાંપરાજભાઈ, મજીદખાન પઠાણ, રવિકુમાર ખેર તથા બાબુભાઈ નાથાભાઈ, જયેશભાઈ બકોત્રા રહ્યાં હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!