જૂનાગઢમાં વ્યાજનાં રૂપિયા બાબતે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપનાર ૭ શખ્સો સામે ફરીયાદ

જૂનાગઢમાં ધારાગઢ દરવાજા નજીક રહેતાં સાજીદ ઉર્ફે ચોટી ગોકળભાઈ શેખે પોલીસમાં આ કામનાં આરોપી દેવાંગ ઉર્ફે લચ્છુ ભગાભાઈ પટેલ, દાનાભાઈ કરીયાણાવાળા, રાજુભાઈ સોલંકી, રાજુભાઈ સોલંકીની પત્ની, કેતનભાઈ ક્રિષ્ના મંડપ સર્વિસવાળા, પી નામનો માણસ તથા કેતનભાઈનાં સાઢુભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં ફરીયાદીએ આરોપી પાસેથી અલગ-અલગ સમયે અલગ-અલગ રૂપિયા વ્યાજે લીધેલ હોય જે રૂપિયાની આરોપીઓએ વગર લાયસન્સે વ્યાજે આપી અવારનવાર રૂપીયાની તથા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ખોટા હિસાબો કરી રૂપિયા તથા વ્યાજ બાબતે ફરીયાદીને અવારનવાર હેરાન કરી ગુનાહીત ધમકી આપી એકબીજાને મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!