જૂનાગઢ મહાનગરપાલિકાનું સ્પેશ્યલ બોર્ડ બોલાવી અને તમામ પ્રકારનાં વેરા માફ કરવાની માંગણી

જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૮નાં કોર્પોરેટર અને વિરોધપક્ષનાં નેતા અદ્રેમાનભાઈ પંજા, વિજયભાઈ વોરા, સેનીલાબેન એ.થઈમ, જેબુનનીશાબેન એસ.કાદરીએ સંયુકત પત્ર પાઠવી અને મહાનગરપાલિકાનાં મેયરને રજુઆત કરી અને હાલનાં સંજાગોમાં તાત્કાલિક અસરથી કોર્પોરેશનનું સ્પેશ્યલ બોર્ડ બોલાવી અને તમામ પ્રકારનાં વેરાની માફી માટે કાર્યવાહી કરવાની બુલંદ માંગણી કરવામાં આવી છે. આ પત્રમાં જણાવેલ છે કે વૈશ્વિક કોરોના રોગની મહામારી સબબ દેશ અને દુનિયામાં ધંધા-રોજગાર બંધ હોય લોકોની આર્થિક પરિસ્થિતિ અત્યંત ખરાબ હાલતમાં હોય અને ચાલુ વર્ષમાં હાઉસટેક્ષ તથા પાણીવેરામાં મોટા પ્રમાણમાં વધારો કરેલ છે. આ વધારો તાત્કાલિક પરત લઈ અને છેલ્લાં બે માસથી કામ-ધંધા-રોજગાર બંધ હોય, જૂનાગઢની જાહેર જનતાને આ મહામારીમાં આર્થિક મદદરૂપ થવાનાં ભાગરૂપે તાત્કાલિક ખાસ જનરલ બોર્ડ બોલાવી અને જૂનાગઢની પ્રજાનાં તમામ વેરા જેવા કે પાણી વેરો, હાઉસટેક્ષ, સફાઈ કર, ગાર્બેજ કલેકશન, ફાયર ટેકસ, દિવાબતી કર, શિક્ષણ કર તથા ધંધા-રોજગાર બંધ હોવાનાં કારણે ધંધાદારી પેઢી પાસેથી લેવામાં આવતાં રેવન્યુ ટેક્ષ અંગે ચાલુ નાણાંકીય વર્ષમાં કરેલ જબ્બર ટેક્ષનો વધારો પરત લઈ અને લોકડાઉનનાં કારણે ચાલુ વર્ષનાં પાણીવેરા તેમજ હાઉસટેક્ષનાં હેડે તમામ વેરા તથા રેવન્યુ ટેકસનાં તમામ વેરા સંપૂર્ણ માફ કરવાનો ઠરાવ કરી અને જૂનાગઢની જાહેર જનતાને આ કોરોનાની મહામારીમાં મદદરૂપ થવા માટે અને આ બાબતે તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવાની લાગણી અને માંગણી વ્યકત કરી છે. આ પ્રશ્ને ઉગ્ર લડત લડવા જૂનાગઢની જનતા જનરલ બોર્ડમાં મનપાના શાસકો ઉપર દબાણ લાવવા જાગૃત બનવું જરૂરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!