ગુજરાતમાં વિજબીલમાં રાહતને બદલે ‘ડામ’, પીજીવીસીએલએ ફિકસ ચાર્જમાં રોન કાઢી

કોરોના મહામારીનાં ૬૦ દિવસનાં લોકડાઉનમાં સોરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયનાં વીજગ્રાહકોને ફિકસ અને ડિમાન્ડ ચાર્જ ભરવામાંથી મુકિત આપવાની રાજય સરકારની જાહેરાત છેતરામણી સાબિત થઈ છે. ૬૦ દિવસનાં લોકડાઉનમાં રાહત આપવાને બદલે સરકારે ગ્રાહકોને ડામ આપ્યો હોય તેમ ફિકસ અને ડિમાન્ડચાર્જ વસુલ કરવામાં આવતો હોવાની ચોંકાવનારી ફરિયાદ ઉઠવા પામી છે. રાજકોટ સહિત સોરાષ્ટ્ર-કચ્છનાં પ૦ લાખ વાણિજય કનેકશન ધારકોને માત્ર ૧ મહિનાનો જ ફિકસ અને ડિમાન્ડ ચાર્જ નાબૂદ કરવામાં આવ્યો છે. રાજય સરકાર દ્વારા એપ્રિલ અને મે મહિના મળી કુલ બે મહિનાનો રાહત આપવાની જાહેરાત આપવામાં આવી હતી. સરકાર દ્વારા વીજ કંપનીઓને પરિપત્ર કરવામાં નહી આવતા કંપની દ્વારા ગ્રાહકો પાસેથી મે મહિનાનો ફિકસ અને ડિમાન્ડ ચાજ વસુલ કરવામાં આવી રહ્યો છે. પીજીવીસીએલનાં સુત્રોએ જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા એપ્રિલ મહિના પુરતો જ ફિકસ અને ડિમાન્ડ ચાર્જ નાબુદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આથી પીજીવીસીએલ દ્વારા જૂનાગઢ સહિત સોરાષ્ટ્ર-કચ્છનાં પપ લાખ વિજ કનેકશન ધારકોને ૧રપ કરોડ રૂપિયાની માફી આપવામાં આવી છે. જૂનાગઢ પ.પ૦ લાખ મળી સોરાષ્ટ્ર-કચ્છનાં ૬૦-પ૦ લાખ વીજ કનેકશન નોંધાયા છે. તેમાં સોથી વધુ રેસીડેન્સમાં કનેકશન નોંધાયા છે. સરકારની જાહેરાતનાં પગલે રહેણાંકનાં વીજકનેકશન ધારકોને ફિકસ અને ડિમાન્ડ ચાર્જ મામુલી હોવાથી બિલમાં માત્ર રપથી લઈને ૭પ રૂપિયા સુધીની જ રાહત આપવામાં આવી છે. રાજય સરકાર દ્વારા કોરોના વાયરસનાં કારણે તબકકાવાર લોકડાઉન લંબાવવામાં આવ્યો હતો. સરકાર દ્વારા ઉદ્યોગ અને નાગરિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફિકસ અને ડિમાન્ડ ચાર્જ ભરવામાંથી મુકિત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજય સરકાની જાહેરાત મુજબ સરકાર ઉપર આર્થિક ૬પ૦ કરોડનો બોજા વધ્યો હતો પરંતુ સરકારે જેમ જેમ લોકડાઉન વધાર્યું તેમ ઉદ્યોગોને ફિકસ અને ડિમાન્ડ ચાર્જ ભરવામાં માત્ર એપ્રિલ મહિનાની જ રાહત આપવામાં આવી છે. આમ સરકારે પાછલા બારણેથી આપેલી રાહત વીજ ગ્રાહકો અને ઉદ્યોગકારો પાસેથી વસુલી લેવામાં આવી છે.
પીજીવીસીએલનાં ભરણામાં તોતિંગ વધારો
બે મહિનાનો લોકડાઉન બાદ પીજીવીસીએલનાં કલેકશન સેન્ટરમાં રોજનાં રપથી ૩૦ કરોડનું કલેકશન થઈ રહ્યું છે. ધીમે-ધીમે કલેકશનનો આંકડો વધી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં પીજીવીસીએલનાં આર્થિક ભરણામાં ર૦૦ કરોડનું જ કલેકશન થતું હતું. સામાન્ય દિવસોમાં એક મહિનાનું ભરણું ૧૧૦૦ થી ૧૩૦૦ કરોડ વચ્ચે રહેતું હતું.
બિલ નહી ભરનારનાં કનેકશન કાપવાની ધમકી
ગુજરાત રાજય સરકાર દ્વારા વીજ ગ્રાહકોને એપ્રિલ અને મે મહિનાનાં વીજ બિલમાં ફિકસ અને ડિમાન્ડ ચાર્જ ભરવાની મુકિત આપવામાં આવ્યા બાદ મોડુ વીજબિલ ભરનાર ગ્રાહકોનાં કનેકશન નહી કાપવાની હૈયા ધારણા આપવામાં આવી હતી પરંતુ પીજીવીસીએલ દ્વારા પ જુન સુધીમાં બીલ નહી ભરનાર કનેકશન કાપવાની ધમકી આપવામાં આવી છે. જા કે અનલોકનો તબકકો શરૂ થયો હોય મીટર રીડરો દ્વારા લોકોને ઘરે-ઘરે વિજબિલ પહોંચાડવામાં આવે તેવી ગ્રાહકોની લાગણી સાથેની માંગણી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!