વેરાવળ-સોમનાથમાં મેઘરાજાની પધરામણી

0

અરબી સમુદ્રમાં સક્રીય થઇ રહેલ નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે ગઈકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યે વેરાવળ-સોમનાથ શહેર અને પંથકમાં મેઘરાજાએ પધરામણી કરી ૨ મીમી જેટલુ હેત વરસાવેલ હતું. હવામાન વિભાગની સુચનાથી વેરાવળ બંદર ઉપર સાંજે ૨ નંબરનું સિગ્નલ ચડાવી માછીમારોને દરીયામાં ન જવા તાકીદ કરવામાં આવી હતી. આ સાથે મામલતદારે ટીમને સાથે લઇ તાલુકાના દરીયાકાંઠાના ગામોની મુલાકાત લીધી હતી.
અરબી સમુદ્રમાં સક્રીય થઇ રહેલ નિસર્ગ વાવાઝોડાના પગલે દરીયાકાંઠા વિસ્તાંરમાં બે-ત્રણ દિવસમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દરમ્યાન છેલ્લા અઠવાડીયાથી અસહય ગરમીના બફરાથી અકળાય ઉઠેલા વેરાવળ-સોમનાથવાસીઓને ગઈકાલે બપોરે સાડા ત્રણ વાગ્યે એકાએક મેઘરાજાએ પધરામણી કરી ખુશ કરી દીધા હતા. જોડીયા શહેરના આકાશમાં ગરમી વરસાવી રહેલ સુર્યનારાયણ અને ઘટાટોપ કાળા ડીંબાગ વાદળોએ ઢાંકી મેઘરાજાએ અડધા કલાક સુઘી ધીમી ધારે હેત વરસાવેલ જેના પગલે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી હતી. તો શહેરમાં બાળકો, યુવાનોએ ઘરની બહાર નિકળી પલળીને મેઘરાજાના હેતની મજા માણતા નજરે પડતા હતા. તો વેરાવળના ગ્રામ્ય વિસ્તારો ઓચિંતા આવેલા વરસાદના પગલે ખેતરમાં રહેલા પાકોને નુકશાન થવાની ભિતીથી ખેડુતો ચિંતામાં મુકાયા હતા. તો બીજી તરફ હવામાન વિભાગની સુચનાથી વેરાવળ બંદર ઉપર ગઈકાલે બપોરે ૪ઃ૩૦ વાગ્યે ૨ નંબરનું સિગ્નલ ચડાવવામાં આવેલ હતુ. માછીમારોને દરીયામાં ન જવા તાકીદ કરવામાં આવી હતી. અરબી સમુદ્રમાં નિસર્ગ વાવાઝોડાની સંભાવનાના પગલે આગામી બે-ત્રણ દિવસમાં દરીયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી હોવાનું કંટ્રોલરૂમમાંથી જાણવા મળેલ છે. અરબી સમુદ્રમાં સંભવિત ઉદભવી રહેલ નિસર્ગ વાવાઝોડાથી ગીર સોમનાથ જીલ્લાવાસીઓએ સાવચેત અને સુરક્ષિત રહેવા ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશે અપીલ કરતા જણાવેલ કે, ગીર સોમનાથ જીલ્લામાં દુર્ગમ વિસ્તારોમાં વસતા કુટુંબો, એકલવાયુ જીવન જીવતા વૃદ્ધો, અસહાય લોકોએ નજીકની મામલતદાર, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોતાની વિગત નોંધાવી અથવા ગીર સોમનાથ જીલ્લા કંટ્રોલરૂમના નં. ૦૨૮૭૬-૨૮૫૦૬૩/૬૪ કાર્યરત હોય તેમા નોંધાવી દેવી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!