જૂનાગઢ શહેરમાં સરદાર બાગ નજીક અજમેરી પાર્ક પાસે મનદુઃખનાં પ્રશ્ને જીવલેણ હુમલાનો બનાવ બનવા પામેલ છે. જેમાં સામસામી પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર રોહિતભાઈ ઉર્ફે પિન્ટુ ઘનશ્યામભાઈ હાસણી (ઉ.વ.ર૧, ધંધો પ્રાઈવેટ નોકરી, જૂનાગઢ)વાળાએ અલ્ફેજ ફિરોજ ફકીર, ફેજલ ફિરોજ ફકીર, જમીર ફિરોજ ફકીર, ફિરોજ ફકીર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી તથા સાહેદ નોમાનખાન બંને સરદારબાગ પાછળ અજમેરી પાર્કમાં આરોપીઓનાં ઘર પાસે ખુલ્લી જગ્યામાં બેઠા હોય જેથી આરોપી નં.૧એ સાહેદને કહેલ કે હું સવારે રિક્ષા લઈને નિકળેલ ત્યારે અજમેરી પાર્કમાં કેમ તું મારી સામે જાતો હતો જે મનદુઃખના કારણે આ કામનાં તમામ આરોપીઓએ ભેગા થઈ ફરીયાદી તથા સાહેદને જાહેરમાં ગાળો કાઢી ઢીકાપાટુનો મારમારી આરોપી નં.ર તથા ૩નાઓએ છરીઓથી ફરીયાદીને માથામાં તથા નાક તથા જમણા ગાલ અને જમણી આંખની પાપણ અને કપાળમાં જમણી બાજુ છરીનાં ઘા મારી ગંભીર ઈજા કરી મોત નિપજાવવાની કોશિષ કરી તેમજ સાહેદને પેટના ભાગે છરીના ઘા મારી ગંભીર ઈજા કરી એકબીજાને મદદગારી કરી જીલ્લા મેજીસ્ટેટનાં હથીયારબંધીનાં જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે આ બનાવ અંગે આરોપી વિરૂધ્ધ ઈ.પી.કો. કલમ ૩૦૭, ૩ર૬, ર૯૪ (ખ), ૧૧૪, જીપીએકટ ૧૩પ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે આ બનાવ અંગે સામાપક્ષે પણ પોલીસ ફરીયાદ નોંધાઈ છે જેમાં અલ્ફેઝ ફિરોજભાઈ રફાઈએ નોમાનખાન નાસરૂદીન પઠાણ તથા રોહિત ઉર્ફે પીન્ટુ સાંઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં આરોપીઓએ ફરીયાદી તથા આરોપી નં.૧ સવારે અજમેરી પાર્ક રોડ ઉપર એકબીજાને સામુ જાવા બાબતે બોલાચાલી થયેલ જે મનદુઃખના કારણે આ કામનાં બંને આરોપીઓ ફરીયાદીના ઘર પાસે જઈ જાહેર રોડ ઉપર ગાળો બોલતા હોય જેથી ફરીયાદી તથા સાહેદ પોતાના ઘરમાંથી બહાર નીકળી ગાળો બોલવાની ના પાડેલ તેમ છતાં આરોપીઓએ જાહેરમાં ગાળો આપી ઝઘડો કરી ઝપાઝપી કરી આરોપી નં.રએ ફરીયાદીને પકડી રાખેલ અને આરોપી નં.૧એ છરીથી ફરીયાદીને જમણા સાથળના આગળના ભાગે ગંભીર ઈજા કરી તેમજ સાહેદ ફેજલ છોડાવવા વચ્ચે પડતા તેને આરોપી નં.૧એ ગળા ઉપર તથા બંને હાથ ઉપર છરીથી ગંભીર ઈજા કરી તેમજ સાહેદ સાબેરાબેનને નાક ઉપર છરીનો ઘા મારી ઈજા કરતાં પોલીસે આ બનાવ અંગે પણ આરોપીઓ વિરૂધ્ધ ઈ.પી.કો.કલમ ૩ર૪, ૩ર૬, ર૯૪(ખ), ૧૧૪, જીપીએકટ ૧૩પ મુજબ ગુનો નોંધી બંને પક્ષોની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews