જૂનાગઢનાં નામચીન બુટલેગર ધિરેન કારીયાને પાસા હેઠળ સુરતની લાજપોર જેલ હવાલે કરાયો

જૂનાગઢનાં નામચીન બુટલેગર અને વિવિધ અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં ધિરેન અમૃતલાલ કારીયાને પાસાના કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ લાજપોર, સુરત ખાતે ક્રાઈમ બ્રાંચ જૂનાગઢ દ્વારા ધકેલી દેવામાં આવેલ છે. આ અંગેની પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરપવારની સુચના તેમજ જીલ્લા પોલીસવડા સૌરભસિંઘનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લાનાં પ્રોહીબીશનનાં બુટલેગર, માથાભારે અને અસામાજીક પ્રવૃત્તિ કરતાં ઈસમો ઉપર કડક હાથે કામ લેવાની અપાયેલી સુચનાનાં ભાગરૂપે આવા ઈસમો સામે પાસા-તડીપાર જેવાં અટકાયતી પગલાં લેવામાં આવી રહેલ છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લા ક્રાઈમ બ્રાંચના પીઆઈ આર.સી.કાનમીયા, પીએસઆઈ આર.કે.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ જીતેશ એમ મારૂ, નિકુલ એમ. પટેલ, યશપાલસિંહ જાડેજા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ રાજેશ્રી દિવરાણીયા દ્વારા તાત્કાલીક અતિ ગુપ્તતા જાળવી ખુબ જ ઓછા સમયમાં ર૦૧૮ થી ર૦ર૦ દરમ્યાન પ્રોહીબીશનનાં મોટા જથ્થાના ગુન્હો અનેક વખત દાખલ થયેલ હતો તેમજ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ધિરેન ઉર્ફે ડી.કે. ઉર્ફે શેઠ અમૃતલાલ કારીયાની સંડોવણી ફલીત થતાં તાત્કાલિક પાસાની દરખાસ્ત તૈયાર કરી અને જૂનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટ અને જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘી તરફ મોકલવામાં આવેલ. જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ધિરેન કારીયાની અસામાજીક અને ગેરકાયદેસર પ્રવૃત્તિને ધ્યાને લઈ તા.ર૮-પ-ર૦ર૦નાં રોજ પાસા વોરંટ ઈસ્યુ કરવામાં આવેલ.  આ પાસા વોરંટનો આરોપી ગુનાનાં કામે વંથલી કોર્ટની કસ્ટડી હેઠળ જીલ્લા જેલ જૂનાગઢ ખાતે હોય જેથી વંથલી કોર્ટ પાસેથી વંથલી પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એન.બી.ચૌહાણે કબ્જા મેળવી અને તા.૩૧-પ-ર૦ર૦નાં રોજ જીલ્લા જેલ ખાતેથી પાસા ધારા હેઠળ અટકાયત કરવામાં આવેલ ત્યારબાદ જેલમાં દાખલ થતાં આરોપીનાં કોવિડ-૧૯ ટેસ્ટ કરાવ્યા બાદ જેલમાં દાખલ કરવા નિર્દેશ નો હુકમ આવેલ હોય જેથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આરોપીનો કોવિડ-૧૯ ટેસ્ટ નેગેટીવ આવતાં તા.૧-૬-ર૦ર૦નાં રોજ સેન્ટ્રલ જેલ લાજપોર સુરત ખાતે મોકલવામાં આવેલ છે. ધિરેન અમૃતલાલ કારીયા વિરૂધ્ધ પ્રોહીબ્રીશન ધારા હેઠળ જૂનાગઢ જીલ્લામાં કુલ ૧૬, જીલ્લા બહાર ૧૩ તથા જાહેરમાં ભય ફેલાવવાનાં ૧ તથા ખુનની કોશિષ ૧ અને મારામારીનો ૧ મળી ૩ર ગુના નોંધાયેલા છે. આ શખ્સને પાસા હેઠળ સેન્ટ્રલ જેલ લાજપોર સુરત ખાતે મોકલવામાં આવેલ છે ત્યારે આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચ જૂનાગઢનાં પીઆઈ આર.સી.કાનમીયા તથા પીએસઆઈ આર.કે.ગોહિલ અને સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!