સોરઠમાં ભીમ અગીયારસનું શુકન સાચવતા મેઘરાજા, કેશોદમાં બે ઈંચ વરસાદ

0

દરિયા કિનારા નજીક આવેલા કેશોદ શહેરમાં હિકા વાવાઝોડાની અસર જણાઈ હતી. સદનસીબે જાનહાની ટળી છે. ગઈકાલે બપોરે ચાર વાગ્યાથી અચાનક પવનની ગતિ વધી હતી અને સાથે સાથે વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. કેશોદ શહેરમાં વરસાદ સાથે કરા પણ પડયા હતા. કેરીના પાકને ભારે નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું છે. લોકડાઉનમાંથી મુક્તિ મળી હતી અને જનજીવન રાબેતા મુજબ બન્યું હતું ત્યારે મેઘરાજાએ મહેર કરતા ફરીથી શહેરીજનો ઘરમાં પુરાઈ ગયા હતા. સદનસીબે કેશોદ શહેરમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્‌યો છે ત્યારે કોઈ જાનમાલની કે માલ મિલકતની નુકસાની થઈ નથી. કેશોદ નગરપાલિકાના ઓફિસ સુપ્રીટેન્ડેડ પ્રવિણભાઇ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડામાં મુશ્કેલીઓ સર્જાય તો પ્રાથમિક ધોરણે પહોંચી શકાય એ માટે રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે ત્યારે કેશોદ શહેરમાં વસતા નાગરિકોએ વરસાદને કારણે કોઈ મુશ્કેલીઓ ઉભી થાય તો સત્વરે ફોન નંબર ૨૩૫૬૭૫ ઉપર વિગતવાર માહિતી આપી જાણ કરવા જણાવ્યું છે. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધપાત્ર પડ્‌યો છે ત્યારે ખેડૂતો ખેતીના કામમાં લાગી જશે આજરોજ ભીમ અગિયારસ હોય વરસાદ વરસતા ખુશી વ્યાપી ગઈ છે. કેશોદ શહેરમાં ખુશનુમાં વાતાવરણ વચ્ચે યુવાનો બાઈકો લઈને પલળવા નીકળી પડ્‌યા હતા. કેશોદ પ્રાંત અધિકારી, મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા વરસાદને કારણે કોઈ પ્રકારની નુકસાની થાય નહીં એ માટે સતત દરેક વિભાગના સંકલનમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ભીમ અગિયારસના દિવસે કેશોદ તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો હતો જેથી ગત વર્ષે ભીમ અગિયારસના દિવસે મોટા ભાગના ખેડુતોએ વાવણીના શ્રીગણેશ કર્યા હતા.
આમ આગામી વર્ષે ભીમ અગિયારસના દિવસે ખેડુતો ખેતરો તૈયાર કરવામાં મશગુલ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ વાવાઝોડાની અસરથી તાલુકાભરમાં ઓછા વધુ પ્રમાણમાં વરસાદ થયો છે કોઈ ખેતરોમાં તો કોઈ રસ્તાઓમાં પાણી વહેતા થયા છે. ભીમ અગિયારસના દિવસે વરસાદ થતા ખેડુતો મુંઝાયા છે, કોઈ ખેડુતોનો ઉનાળુ પાક હજુ ઉભો છે, કોઈ ખેડુતોને હજુ ખેતરો તૈયાર કરવાનું કામ શરૂ હોય બીજી તરફ વાતાવરણમાં અચાનક બદલાવ થતા વરસદી માહોલ સર્જાતા ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે તો બીજી તરફ અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવાથી ખેડુતોમાં આનંદની લાગણી પણ જોવા મળી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!