સમગ્ર વિશ્વમાં આજે ૩ જી જૂને વિશ્વ સાયકલિંગ દિવસ તરીકે ઉજવવામાં કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગ રૂપે સાયકલિંગ કલબના સેક્રેટરી રાજેશભાઈ ગાંધી, સાયકલિંગ એસોસિએશનના ચેરમેન કલ્પેશ સાંખલા, ગુજરાત સાયકલિંગના કોચ જગદીશ પારઘી દ્વારા ભવનાથ સુધી સાયકલિંગ કરી ઉજવણી કરેલ હતી. સામાન્ય રીતે વિશ્વ સાયકલ દિવસની ઉજવણીમાં ૫૦ થી ૧૫૦ જેટલા સાયકલિસ્ટો ભાગ લેતા હોય છે પરંતુ વધારે સંખ્યામાં એકત્ર ન થાય એટલે માત્ર સંસ્થાના આગેવાનો જ હાજર રહ્યા હતા. અત્યારે કોરોના જેવી મહામારી છે ત્યારે પોતાના શરીરને ફીટ અને તંદુરસ્ત બનાવવું જરૂરી છે ત્યારે સાયકલિંગ જેવી પ્રવૃત્તિ કરવાથી કે દૈનિક સાયકલિંગ કરવાથી ફીટ અને તંદુરસ્ત રહી શકાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews