વેરાવળ નગરપાલીકાના ચેરમેનને પોલીસવડા કચેરીની સામે જ કુખ્યાત શખ્સે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી

0

વેરાવળમાં જીલ્લા પોલીસવડા કચેરીની સામે જ ભાજપ પક્ષના આગેવાન એવા નગરપાલીકાના વોટર વર્કસના ચેરમેનને કુખ્યાત શખ્સે જાહેરમાં જ બીભત્સ શબ્દો ભાંડી ઢીકાપાટુનો માર મારેલ હતો. ત્યારબાદ ગઈકાલે બપોરે બંદરમાં કુખ્યાત શખ્સ આઠ શખ્સો સાથે ઘસી આવી ચેરમેનને માર મારતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવેલ હતા. આ ઘટનાના પગલે સત્તાધારી ભાજપના અને નગરપાલીકાના આગેવાનો હોસ્પીટલે દોડી ગયા હતા. આ ઘટનાના પગલે જાણે જીલ્લા મથકમાં પોલીસનાં અસ્તીત્વ સામે સવાલો ઉભા થયા છે. ત્યારે આ ઘટનાના ચોવીસ કલાક બાદ પણ કુખ્યાત શખ્સ પોલીસની પકડથી દુર ફરી રહયો છે. વેરાવળ નગરપાલીકાના વોટર વર્કસના ચેરમેન, ભાજપ અને કોળી સમાજના આગેવાન વશરામભાઇ જીવાભાઇ સોલંકી (ઉ.વ.૬૭) ગઇકાલે ગીર સોમનાથ જીલ્લા પોલીસવડા કચેરી સામે આવેલ ટી પોસ્ટમાં ચા પીવા ગયેલ ત્યારે વિરેન્દ્ર ઉર્ફે વીકી હીમંતરાય નામનો શખ્સ ત્યાં આવી તમારે શું કહેવાનું છે ? તેમ કહી વશરામભાઇને જેમ ફાવે તેમ બીભત્સ શબ્દો ભાંડવા લાગેલ અને મને અગાઉ કેમ રોકેલ હતો ? તમારાથી મને કેમ રોકાય.. હું ગમે તે કામે જતો હોય તેમ કહી વશરાભાઇનો કાંઠલો પકડી ઢીકાપાટુનો માર મારેલ હતો અને જતા જતા કહેલ કે, આજે તો તું બચી ગયો પણ હવે પછી કયાંય મળીશ તો જાનથી મારી નાખીશ. આ વિગતો સાથે વશરાભાઇએ વીકી સામે ફરીયાદ આપતા પોલીસે આઇપીસી કલમ ૩ર૩, પ૦૪, પ૦૬(ર) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, ફરીયાદના ર૪ કલાક બાદ પણ કુખ્યાત આરોપી શખ્સ વિકી પોલીસ પકડથી દુર છે. તેમ છતાં વિકી આઠ શખ્સો સાથે ભીડીયા બંદર વિસ્તારમાં બેસેલ વશરાભાઇ પાસે આવી હુમલો કરી માર મારેલ હોવાનું તેઓએ જણાવેલ છે. ત્યારબાદ ઇજાગ્રસ્ત વશરાભાઇને ઇમરજન્સી સેવા ૧૦૮ મારફત સીવીલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાતા ભાજપ અને કોળી સમાજના આગેવાનોને ખબર-અંતર પુછવા હોસ્પીટલે દોડી ગયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!