રૂ.૧ લાખની લોન મેળવવા ઈચ્છનાર જૂનાગઢ શહેર સહીત ગુજરાતનાં અનેક જીલ્લાનાં અરજદારો નિરાશ

0

ગુજરાત સરકાર દ્વારા નાના ધંધાર્થી અને વેપારીઓ તેમજ બેરોજગારો માટે એક આકર્ષક યોજના જાહેર કરવામાં આવી હતી કે રૂ.૧ લાખની લોન સહાય કોઈપણ જાતનાં જામીન વિનાં સરકાર આપશે. એટલું જ નહીં ર ટકાનાં વ્યાજે આવી લોન મળવા પાત્ર છે અને તેનાં ફોર્મ વિતરણની કામગીરી પણ ૩૧ મે સુધીમાં પૂર્ણ થઈ ગઈ છે. અનેક લોકોએ આવા ફોર્મ મેળવ્યાં છે પરંતુ જૂનાગઢ સહિત રાજયભરમાંથી અનેક લાભાર્થીઓને કે અરજદારોને આવી લોન સહાય મળી શકશે નહીં તેવી મુશ્કેલી ઉભી થઈ છે કારણ કે લોન આપવાના જે-તે સહકારી સંસ્થાઓ અથવા બેંકો અરજદાર પાસેથી બે જામીન માંગે છે અને શોપ એકટનું લાયસન્સ પણ માંગે છે. જેથી અરજદારોમાં નિરાશા વ્યાપી ગઈ છે અને આ બાબતે ગુજરાત સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. તાજેતરમાં ભારત દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક સુંદર મજાની વાત કરી હતી કે ભારતને લોકડાઉનનાં આ સમયકાળ દરમ્યાન જે ખામી-ખુબીઓ બહાર આવી છે તેમાંથી બોધપાઠ લઈ અને આત્મનિર્ભર તરફ આપણો ભારત દેશ પ્રયાણ કરી રહ્યો છે અને તેમાં તેઓએ ઉદાહરણ સ્વરૂપે કોરોના વાયરસનાં સંક્રમણને ખાળવા માટેનાં લોકડાઉન દરમ્યાન ફરજીયાતપણે લોકોએ સાવચેતી માટે જે માસ્ક પહેરવામાં આવે છે તેનો ઉલ્લેખ કરી અને આજે અનેક લોકોએ ગૃહ ઉદ્યોગની માફક માસ્ક બનાવવાની કામગીરીને હાથ ધરી છે અને રોજગારી મેળવી શક્ય છે તે ઉદાહરણ આપ્યું હતું. જે લોકોએ માસ્ક બનાવી અને હાલનાં સમયમાં રોજગારી મેળવી શક્યા છે. તેવા ઉધમીઓને ધન્યવાદ આપવા પડે, તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા એક લાખની લોનનું જે ગતકડું જારી કરવામાં આવેલ છે તેનાથી અનેક નાનાં રોજમદારો ધંધાર્થીઓ અને લોન મેળવવા ઈચ્છુક લોકો તેનાં આકરા અને મુશ્કેલીરૂપ નિયમોથી નિરાશ બન્યાં છે અને આમાં નાનાં ધંધાર્થી સરળતાથી કઈ રીતે લોન મેળવી શકે તે બાબત ભારે પેચીદી બની છે અને આ બાબતે તત્કાલ સરકારશ્રીએ જરૂરી સુચના અને માર્ગદર્શિકા જારી કરી અને જે-તે બેંકોને પણ સરકારે જે જાહેરાત કરી છે તે મુજબ કોઈ જાતની ગેરંટી વિનાં લોન સહાય જા આપવામાં આવે તો જ નાનાં ધંધાર્થીઓ પોતાનાં ધંધા વિકસાવવા માટે આ લોન મેળવવાને પાત્ર બની શકશે. કોરોના વાયરસ સામેનાં યુધ્ધમાં લોકડાઉનનાં ચાર તબક્કાનાં સમયકાળ દરમ્યાન સમગ્ર દેશમાં ધંધા-રોજગારને ભારે મોટી અસર પહોંચી હતી. તેમજ ખાસ કરીને નાનાં ધંધાર્થીઓ અને વેપારીઓને મોટી આર્થિક સંકળામણનો સામનો કરવો પડ્યો છે. આ દરમ્યાન ગુજરાતની સંવેદનશીલ સરકાર અને તેનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એક નિતીવિષયક નિર્ણય જાહેર કરી અને નાના ધંધાર્થીઓ અને વેપારીઓ માટે સહાયકારી યોજના જારી કરી હોય અને બેરોજગારો માટે પણ નવી તક ઉપલબ્ધ કરાવવાનાં એક શુભ આદેશ સાથે એક યોજના જારી કરી હતી. આ યોજના છે રૂ.૧ લાખની લોન આપવાની યોજના. આ યોજનામાં એવી જાગવાઈ અને જાહેરાત કરવામાં આવી હતી કે લાભાર્થીને કોઈપણ જાતની ગેરંટી કે કોઈ જામીન વિનાં પણ આ લોન મળવા પાત્ર છે. એટલું જ નહીં છ મહિના સુધી તેનાં કોઈ પણ હપ્તા નહીં ભરવાનાં તેમજ ર ટકાનાં વ્યાજદરે આ લોન આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ ૩૦ હપ્તાથી આ લોન ભરપાઈ કરી શકે છે તેવી જાગવાઈ સાથેની આ યોજના જારી કરવામાં આવતાં જ સહકારી સંસ્થાઓની બેંકો અને ફાયનાન્સ મંડળીઓ ખાતેથી આ લોન માટેનાં ફોર્મ મેળવવા માટે અનેક અરજદારો અને લાભાર્થીઓની લાંબી-લાંબી લાઈનો જાવા મળી હતી. અનેક લોકોએ આ લોન મેળવવાનાં ફોર્મ ઉપલબ્ધ થાય તે માટે પ્રયાસો કર્યા હતા અને આવા ફોર્મ મેળવ્યા પણ છે ત્યારબાદ બીજા તબક્કામાં જે-તે લાભાર્થી અને અરજદાર આ લોન મેળવવા માટેનાં ફોર્મ ભરે છે ત્યારે જ તેમને ઘણી બધી બાબતનો ખ્યાલ આવે છે. ખાસ કરીને જે કોઈ બેંકોમાંથી આવી લોન મળવાપાત્ર થાય છે તે બેંક દ્વારા જુદાં-જુદાં નિયમો અંગેનું ફોર્મેટ ભરી અને તેમાં જરૂરી વિગત ભરવી પડે છે અને ખાસ કરીને ૧ લાખ રૂપિયાની લોન મેળવનારે સૌપ્રથમ તો બે જામીન આપવા જ પડે તેવા આ નિયમમાં ઉલ્લેખ કરવામાં આવે છે અને એ જામીન પણ એવા કે જેમની પાસે માલિકીનું મકાન અથવા સંપતિ હોય એવા જામીનને જ માન્ય ગણવામાં આવે છે. હવે વિચાર કરો કે, જે માણસ પાસે નથી મકાન કે નથી સંપત્તિ તેવા અરજદાર જ્યારે કોઈ નાનો-મોટો ધંધો શરૂ કરવા માટે અથવા તો પોતાની જે આવડત છે તેને લઈને જુદાં-જુદાં ગૃહ ઉદ્યોગ કરવા માટે પ્રયાસ કરે છે અને આવી લોન મેળવવા ઈચ્છુક હોય છે પરંતુ તેવી વ્યકિતને ધરખમ જામીન પાત્ર કયાંથી મળી શકે અને જેને લઈને જૂનાગઢ સહિત રાજયભરનાં રૂ.૧ લાખની લોન મેળવવા ઈચ્છુક લાભાર્થીઓ અને અરજદારોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. જા સારા જામીન પાત્ર આપવાની ક્ષમતા હોય તો આવા અરજદારોને બેંક પાસેથી કોઈ લોન લેવાની જરૂર જ નથી રહેતી. કારણ કે જે જામીન ખમતીધર હોય તેઓ પાસેથી જ તેઓ લોન ન મેળવી શકે ! જેથી આ બાબતે તાત્કાલિક અસરથી ગુજરાત સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય અને જે-તે બેંકોને જરૂરી સુચના આપી અને જામીન વિના અરજદારોને લોન આપવાની જાગવાઈ કરવી જાઈએ. આ ઉપરાંત એક બીજા મુદ્દો પણ બહાર આવ્યો છે. જે મુદ્દામા એવી જાગવાઈ કરવામાં આવી છે કે જે અરજદાર કે લાભાર્થી રૂ.૧ લાખની લોન લેવા માંગતાં હોય તેઓની પાસે શોપ એકટ લાયસન્સ પણ જરૂરી છે. પરંતુ જે અરજદાર કે લાભાર્થી નવો જ ધંધો સરકારની સહાય દ્વારા શરૂ કરવા માંગતા હોય અને તેમની પાસે આવું શોપએકટનું લાયસન્સ કયાંથી હોય શકે ? આમ અનેક ગુંચવણભરી પરિસ્થિતિમાં રૂ.૧ લાખની લોનની સહાય જરૂરીયાતમંદ અનેક અરજદારોને મળી શકશે નહીં. તેવી વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. જેથી આ બાબતે સરકારે તાત્કાલિક અસરથી યોગ્ય કરવા લોકોની લાગણી અને માંગણી રહેલી છે. સરકારે તેમની અગાઉની જાહેર કરેલી નીતી અનુસાર શોપ એકટ લાયસન્સની કોઈ જરૂર નથી. જયારે સહકારી ફાયનાન્સ મંડળીઓ અને સહકારી બેન્કો શોપ એકટ લાયસન્સ માંગે છે. આ નીતીમાં ફેરફાર થવો જરૂરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!