કોરોના વાયરસનાં કારણે ઉદભવેલી લોકડાઉનની પરિસ્થિતિ સોૈ ચિંતીત છે. તેની સાઈડ ઈફેકટ આપણા નાના-મોટા ધંધા, રોજગાર, વેપાર, નાની-મોટી નોકરીથી પરિવારનો નિર્વાહ ચલાવવો, બાળકોનો ઉચ્ચ અભ્યાસ, મેડિકલ ખર્ચ તેમજ ખેતી ખર્ચની ચિંતામાં આપણા ઘણા પરિવારોનાં દિકરા-દિકરીઓની જલવિધિ, સગાઈ, જેવા પ્રસંગો પૂર્ણ થયા છે. આગામી દિવસોમાં તેમનાં લગ્નની ચિંતા સો કોઈને થાય છે. પ્રસંગ કેમ કરવો ? કેવી રીતે કરવો ? કઈ તારીખે કરવો ? તેમજ કેટલી સંખ્યામાં કરવો અને આની પાછળનાં ખર્ચને કેમ પહોંચી વળવું તેની ચિંતાનો પહાડ ઉભો થયેલ છે.
પાટીદાર સમાજ હંમેશા ક્રાંતિકારી વિચારો અપનાવવામાં અગ્રેસર હોય છે. પરિસ્થિતિ મુજબ પરિવર્તન સ્વીકારવામાં આપણો સમાજ નાનપ અનુભવતો નથી. આજની પરિસ્થિતિમાં આપણી ખર્ચાળ લગ્ન વ્યવસ્થામાં થોડો ફેરફાર કરીને આપણી અને આપણા કુટુંબીજનો, સગાવહાલા તેમજ મિત્રમંડળનો સમય સંપતિ ચોકકસ બચાવી શકાય તેમ છે. સરકાર તરફથી સરકારનાં આદેશ મુજબ ઘર આંગણે દિકરીનો લગ્નપ્રસંગ વર અને કન્યા પક્ષે પ૦ની સંખ્યામાં કરી લગ્નસરાની મોસમમાં આવેલી આફતને અવસરમાં ફેરવો. દિકરીનો લગ્નપ્રસંગ ઘર આંગણે યોજાય અને નવદંપતિ પ્રભુતામાં પગલા માંડે તેનાથી રૂડો અવસર કયો હોય શકે ? આર્યસમાજ, જૂનાગઢ દ્વારા વૈદિક લગ્નવિધિનું સુંદર આયોજન મર્યાદિત સંખ્યામાં કરી આપવામાં આવે છે. આગામી દિવસોમાં સરકારને વહિવટી તંત્ર દ્વારા લોકડાઉનનાં નિયમોમાં ફેરફાર થયે ઉમિયા માતાજી મંદિર, ગાંઠીલા દ્વારા આદર્શ લગ્ન અભિયાન અને ઉમિયા માતાજી મંદિર, સીદસર દ્વારા કાયમી લગ્ન અભિયાન ચલાવવામાં આવે છે. જે આગામી દિવસોમાં પાટીદાર સમાજ માટે દિવાદાંડીરૂપ બનશે. સામાજીક ક્રાંતિનાં ભાગરૂપે આવા લગ્નમાં જાડાવા માટે પરબત લક્ષ્મણ પટેલ સમાજ, જૂનાગઢનાં ટ્રસ્ટીમંડળ તથા કારોબારી સમિતિનાં સભ્યોએ સમાજને અપીલ કરે છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણા સમાજનાં મધ્યમવર્ગનાં પરિવારો નાનપ અનુભવ્યા વિના મર્યાદિત સંખ્યમાં લગ્ન યોજીને આપણા સમાજને આર્થિક રીતે સમૃધ્ધ બનાવીએ અને આપણા સગા-સંબંધીઓને પ૦ સભ્યોની સંખ્યાની મર્યાદામાં લગ્નમાં જાડાવા માટે પ્રેરણા આપીએ. કોવિડ-૧૯ મુજબ સરકારનાં આદેશ મુજબ આપેલ નિયમોનું પાલન કરીએ એમ સમાજનાં હોદેદારો મુકુંદભાઈ હીરપરા, કિશોરભાઈ હદવાણી અને બિપીનભાઈ કનેરિયાની યાદીમાં અપીલ કરાઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews