એબીપીનાં તંત્રીનું રાજીનામું પ્રેસની સ્વતંત્રતા જાખમમાં હોવાનો સંકેત કરે છે

0

પશ્ચિમ બંગાળના અને બંગાળી ભાષાના સૌથી મોટા અને સૌથી જૂના ગણાતા અખબાર આનંદ બજાર પત્રિકા (એબીપી)ના તંત્રી અનિર્બન ચટ્ટોપાધ્યાયએ તેમના પદ ઉપરથી એકાએક રાજીનામું આપી દેતાં પશ્ચિમ બંગાળમાં પ્રેસની સ્વતંત્રતા ખરેખર જાખમમાં હોવાનો સંકેત મળી રહ્યો છે. આનંદ બજાર પત્રિકામાં પ્રસિધ્ધ થયેલાં કેટલાંક સમાચારોનો ખુલાસો કરવા રાજ્યની પોલીસ ચટ્ટોપાધ્યાયને વારંવાર પોલીસ સ્ટેશને બોલાવીને કલાકો સુધઈ બેસાડી રાખી બાદમાં પૂછપરછ કરી તેમને માનસિક રીતે પરેશાન કરી રહી હતી. પોલીસની આ હેરાનગતિથી કંટાળી ગયેલા ચટ્ટોપાધ્યાયે છેવટે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. જા કે ચટ્ટોપાધ્યાયે રવિવારે એકાએક અખબારને અલવિદા કહી દેતાં એવી અટકળોએ જાર પકડ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી આ અખબાર ઉપર ખુબ દબાણ હોવું જાઇએ.
જા કે, ચટ્ટોપાધ્યાએ તો પોતાના રાજીનામામાં અંગત કારણોસર પદ છોડવાની વાત કહી છે. સોમવારે પ્રસિદ્ધ થયેલા આ અકબારના અંકમાં ઇશાની દત્તા રેને કાર્યકારી તંત્રી તરીકે જાહેર કરાયા હતા. ચટ્ટોપાધ્યાયના રાજીનામાના સમાચાર જેવા આગની જેમ પ્રસરી ગયા કે તરત જ સોશ્યલ મીડિયામાં તેમના રાજીનામા વિશે જુદા જુદા કારણો બહાર આવવા લાગ્યા, પરંતુ સૌથી સામાન્ય કારણ એવું બહાર આવ્યું હતું કે તેમના તમામ તંત્રી લેખમાં તૃણમૂલ કોંગ્રેસનો વિરોધ કરાયો હતો. ૧૯૮૩ની સાલથી આનંદ બજાર પત્રિકા સાથે જાડાયેલા ચટ્ટોપાધ્યાયને પોલીસે તાજેતરમાં જ હારે પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા ત્યારે જ તેમને ખબર પડી હતી કે તે રાજકીય આંટીઘૂંટીઓ અને રાજકારણીઓના કાવાદાવાના કેન્દ્રમાં આવી ગયા છે. ધ વાયર નામની વેબસાઇટની સાથે ફોન ઉપર વાત કરતાં ચટ્ટોપાધ્યાયે તેમના રાજીનામા પાછળ કોઇપણ જાતનું રાજકીય કારણ હોવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે કÌšં હતું કે તે મેનેજમેન્ટ સમક્ષ તેમના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેવાની મંજૂરી આપવા એક વર્ષ વર્ષથી વિનંતી કરી રહ્યા હતા. મેં ફક્ત અને ફક્ત મારા અંગત કારણોસર જ રાજીનામું આપ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું. જા કે તેમની આ દલીલો જલ્દીથી ગળે ઉતરે એવી નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!