ભીમ એપના ડેટામાં ઉઠાંતરીની વાત સામે આવી છે. આ હકીકતનો ખુલાસો ઇઝરાયેલની સાયબર સીક્યુરીટી વેબસાઈટ વીપીએન મેન્ટોરના એક રિપોર્ટમાં કરાયો છે. જા કે એનપીસી આઈએ ભીમ એપની ડેટા લીકના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. આનાથી ભારતના ૭૦ લાખથી વધુ ઉપયોગ કર્તાઓના અંગત રેકર્ડ લીક થયા છે. ઇઝરાયેલની સાયબર સિક્્યુરીટી વેબસાઇટે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, ૪૦૯ ગીગા બાઈટ ડેટામાં આધાર કાર્ડની વિગતો, જાતિ પ્રમાણપત્રો, સરનામાંના પુરાવાઓ, બેંક રેકર્ડ અને લોકોની સમ્પૂર્ણ પ્રોફાઈલ જેવી અંગત માહિતી પણ સામેલ છે. વીપીએન મેન્ટોરના જણાવ્યા મુજબ ભીમ વેબસાઈટનો ઉપયોગ એક અભિયાનમાં યુઝર્સ અને બીઝનેસ મર્ચેન્ટને એપમાં સાઈન અપ કરવા માટે કરાયું હતું. આનાથી સંબંધિત ડેટાને એક મિસ કોન્ફીગર્ડ એમેઝોન વેબ સર્વિસેસ એસ૩ બકેટમાં મુકાયું હતું અને એ સરળતાથી ઉપલબ્ધ હતું. રિપોર્ટ મુજબ એસ ૩ બકેટમાં ફેબ્રુઆરી ૨૦૧૯થી રેકર્ડ હતા. એસ ૩ બકેટ, કલાઉડ સ્ટોરેજનું એક પ્રકાર હોય છે પણ ડેવલપર્સને પોતાના એકાઉન્ટમાં સિક્યુરીટી પ્રોટોકોલ બનાવવા પડે છે. વેબસાઈટને ભારત સરકારની ભાગીદારીમાં સીએસસી ઈ-ગવર્નેન્સ સર્વિસેસે ડેવલોપ કર્યું છે. સાયબર સિક્્યુરીટી કંપનીનો દાવો છે કે લીક થયેલ ડેટાનું સ્તર ઘણું વધુ છે જે દેશના લાખો લોકોને અસર કરી શકે છે. આનાથી હેકર્સ અને સાયબર ક્રીમીનલો લોકો સાથે છેતરપિંડી, ચોરી, હુમલાઓ, કરી શકે છે. એમણે કÌšં છે કે, ભીમ યુઝર ડેટાનું લીક થવું એવું જ છે જેમ કે કોઈ હેકરને કોઈ બેંકની સંપૂર્ણ ડેટા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે એમના લાખો યુઝર્સના ખાતાઓની માહિતી મળી ગઈ હોય. બગને એપ્રિલ મહિનામાં રિપોર્ટ કરાયો હતો. જેને ગયા મહિનાના છેલ્લા સમયમાં નોંધ્યું હતું. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ કÌšં છે કે, અમને અમુક સમાચારોની માહિતી મળી છે. જેમાં ભીમ એપની ડેટા લીક થઇ હોવાની વાત કહેવાય છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે ભીમ એપમાંથી કોઈ પણ ડેટા લીક નથી થયું અને અમે બધાયને કહીશું કે તેઓ અફવાહોથી દૂર રહે. અમે ઉચ્ચ કક્ષાની સિક્યુરીટીનું ઉપયોગ કરીએ છીએ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews