રિલાયન્સઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે આજે ભારતનાં સૌથી મોટા રૂ. પ૩,૧ર૪.ર૦ કરોડના રાઈટ્સ ઈશ્યુને સફળતાપૂર્વક સંપન્ન કર્યો છે. રાઈટ્સ ઈશ્યુ ૧.પ૯ ગણો છલકાઈ ગયો છે જેમાં રૂ. ૮૪,૦૦૦ કરોડથી વધુની રોકાણ પ્રતિબધ્ધતા પ્રાપ્ત થઈ છે. રાઈટ્સ ઈશ્યુમાં લાખો નાના રોકાણકારો અને હજારો ભારતીય તથા વિદેશી સંસ્થાકીય રોકાણકારો સહિતના રોકાણકારોએ અભૂતપૂર્વ રસ દાખવ્યો હતો. આ ઈશ્યુનો પબ્લિક પોર્શન ૧.રર ગણો છલકાયો હતો. ઈક્વિટી શેર્સનું એલોટમેન્ટ ૧૦ જુન ર૦ર૦ કે તેની આસપાસ કરવામાં આવશે. રાઈટ્સ શેરનું બીએસઈ અને એનએસઈ ઉપર લિસ્ટિંગ અલગ આઈએસઆઈએન હેઠળ ૧રમી જુન કે તેની આસપાસ થાય તેવી ધારણા છે. વિસ્તૃત અને વૈવિધ્યપૂર્ણ કોમ્યુનિકેશન દ્વારા કંપનીએ રાઈટ્સ ઈશ્યુ પ્રત્યેની જાગૃતિ લાવવા માટે નવીન અભિયાન હાથ ધર્યું હતું તેમાં ટેલિવિઝન, રેડિયો, પ્રિન્ટ, ડિજીટલ અને સોશિયલ મીડિયા, આર્ટિફીશ્યલ ઈન્ટેલિજન્સ બેઝ્ડ ચેટબોટનો પહેલીવાર ઉપયોગ કરીને ઈ-મેઈલ્સ અને એસએમએસ દ્વારા શેરહોલ્ડર્સ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નાના શેરધારકોનું ઈશ્યુમાં સમર્થન મળ્યું છે અને મને એ વિષે કોઈ જ શંકા નથી કે આગામી સમયમાં ભારતીય અર્થતંત્ર ઉચ્ચ વૃધ્ધના માર્ગે પાછું ફરશે અને ભારતે વિશ્વમાં અગ્રણી ડિજીટલ રાષ્ટ્ર બનાવશે તેમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews