વેરાવળમાં ગત મોડી સાંજે ભારે પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યાં

ગીર-સોમનાથ જીલ્લામાં મુખ્ય મથક વેરાવળ તેમજ સુત્રાપાડા, તાલાલા તાલુકામાં ઝાપટારૂપી વરસાદ પડેલ હતો. જયારે કોડીનાર, ઉના, ગીરગઢડા તાલુકામાં આકાશમાં વાદળા ઘેરાયેલ પરંતુ વરસાદ પડેલ ન હતો જયારે વેરાવળ બંદર ઉપર ભયસુચક બે નંબરનું સીંગ્નલ યથાવત છે. સંભવીત વાવાઝોડું તેમજ ભારે વરસાદની શકયતાને પગલે તંત્ર એર્લટ છે ત્યારે ગઈકાલે બપોરના સમયે ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળમાં ભારે પવન ફુંકાયેલ અને ત્યારબાદ ઝરમર વરસાદ વરસેલ હતો. વેરાવળ બંદર ઉપર સાવચેતીના ભાગરૂપે ગઇકાલથી બે નંબરનું સીંગ્નલ હતું જે આજે પણ યથાવત રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!