ભેંસાણનાં ૧૩ ગામોમાં સોની યોજનાનું પાણી છોડવા ખેડૂતોની ઉગ્ર માંગણી

0

ભેંસાણ તાલુકાનાં ૧૩ ગામોને લાગુ પડતી સોની યોજના-ર લીંક-૪ પેકેજ-૬નું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતા પાણી છોડવામાં પાણી પૂરવઠા વિભાગની નિષ્ક્રીયતાને લીધે પાણી છોડવામાં વિલંબ થતા ભેંસાણ તાલુકા સરપંચ યુનિયનમાં રોષ ભભૂકી ઉઠયો છે. ભેસાણ તાલુકા સરપંચ યુનિયનનાં પ્રમુખ અને ભાજપ અગ્રણી ભુપતભાઈ ભાયાણીને સાથે રાખીને ૧૩ ગામનાં ખેડૂતો અને સરપંચઓએ મુખ્યમંત્રી, કલેકટર તેમજ પાણી પૂરવઠા વિભાગનાં અધિકારીઓને પત્ર પાઠવ્યો છે. જેમાં જણાવ્યું છે કે હાલ ઉનાળુ પાક અને ખરીફ વાવેતર માટે ખેડૂતોને સિંચાઈની ખાસ જરૂરિયાત હોય સોની યોજનાનાં પાઈપ ફીટીંગનું કામ પણ પૂર્ણ થઈ ગયું હોવા છતા આ યોજનાનો લાભ ભેસાણ, રાણપુર, ખંભાળિયા, ખા.હડમતીયા, સરધારપુર, મોરવાડા, ગુંદાળી, ગોરવીયાળી, ઢોળવા, સાંકરોળા, ગળથ સહિતનાં ગામોને મળેલ નથી. પત્રને અંતે ભુપતભાઈ ભાયાણીએ જણાવ્યું છે કે જા ત્રણ દિવસમાં પાણી છોડવામાં નહી આવે તો ખેડૂતો સામાજીક અંતર જાળવીને ગાંધી ચિંધ્યા માર્ગ એક પગે ઉભા રહીને આંદોલન છેડશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!