જૂનાગઢ તથા માંગરોળ ખાતે ૮ થી ૧૨ જૂન સુધી વાહનોના ફિટનેસની કામગીરીનો કેમ્પ યોજાશે

0

જૂનાગઢ તથા માંગરોળ ખાતે તારીખ ૮ થી ૧૨ જૂન સુધી વાહનોના ફિટનેસની કામગીરીના કેમ્પનું આયોજન જૂનાગઢ આરટીઓ કચેરી દ્વારા યોજાશે. આ કેમ્પમાં વાહનના નંબરનો છેલ્લા આંકડા ૧ અને ૨ હોય તેમણે તારીખ ૮ જુન, છેલ્લા આંકડા ૩ અને ૪ હોય તેમણે તારીખ ૯ જૂન, છેલ્લા આંકડા ૫ અને ૬ હોય તેમણે કેમ્પમાં તારીખ ૧૦ જુન, છેલ્લા આંકડા ૭ અને ૮ હોય તેમણે કેમ્પમાં તારીખ ૧૧ જૂન, છેલ્લા આંકડા ૯ અને ૦ હોય તેમણે તારીખ ૧૨ જૂનના રોજ આ કેમ્પનો લાભ લઈ શકશે. જૂનાગઢ ખાતે આ કેમ્પ કેપ્ટન સાહેબની વાડી,મજેવડી દરવાજા પાસે જૂનાગઢ તથા માંગરોળમાં રિલાયન્સ કંપની સામે ખાનગી જગ્યા,માંગરોળ બાયપાસ,માંગરોળ ખાતે યોજાશે. આ તારીખોમાં વાહનચાલકોએ ઓનલાઈન ફી ભરપાઈ કરી ફીની રસીદ તથા વાહનોનો લીધેલ વિમો,પીયુસી,આરસી બુક સાથે હાજર રહેવાનું રહેશે.
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કચેરી ખાતે કોઈપણ વાહનોના ફિટનેસની કામગીરી કરવામાં આવશે નહીં. એટલે આ કામ સંબંધિત કોઈપણ અરજદારે કચેરી ખાતે ન આવવા વાહન વ્યવહાર અધિકારી જૂનાગઢની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!