જૂનાગઢ જિલ્લાના રોજગાર કાર્ડ ધરાવતા ઉમેદવારો નામ નોંધણી રીન્યુઅલ કરાવવાની મુદત લંબાવવામાં આવી છે. ઉમેદવારો ઓગસ્ટ મહિના સુધી નામ નોંધણી રીન્યુ કરાવી શકશે. જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ઉમેદવારોએ તેમણા નામ નોંધણી જિલ્લા રોજગાર કચેરી ખાતે ચાલુ રાખવા માટે દર ત્રણ વર્ષે કરાવવાની હોય છે. ઉમેદવારે જે મહિનામાં નામ નોંધણી કરાવેલી હોય છે તે મહિના ઉપરાંત ત્યાર પછીના વધારાના બે મહિનામાં નામ રીન્યુ કરાવવાનું હોય છે. તાજેતરમાં કોરોના સંક્રમણના કારણે તારીખ ૨૫/૩/૨૦૨૦ થી ૩૧/૫/૨૦૨૦ સુધી લોકડાઉન જાહેર થયેલ હતું. જેના કારણે રોજગાર કચેરીઓની સેવા મુલતવી રહેતાં આ દરમ્યાન નામ નોંધણી કરવાનું રીન્યુ બાકી હોય તેવા ઉમેદવારો એ ઓગસ્ટ-૨૦૨૦ સુધી ટપાલથી, રૂબરૂમાં સ્વખર્ચે અથવા ઈમેઈલ દ્વારા રીન્યુઅલ કરાવી શકશે. જેની સંબંધી ઉમેદવારોએ નોંધ લેવી. તેમજ બી.ઈ./ માસ્ટર ડિગ્રીના રિન્યુઅલ માટે યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો કચેરી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ માટે ટપાલથી, રૂબરૂમાં સ્વખર્ચે અથવા ઈમેઈલ બ રીન્યુઅલ કરાવી શકશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews