શીલનાં મોની આશ્રમમાં વૃક્ષારોપણ, ચકલીનાં માળાનું વિતરણ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન તેમજ જાયન્ટસ ગૃપ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાનાં શીલ ગામે શ્રી રામ મંદિર મૌની આશ્રમમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આશ્રમના પરિસરમાં બોરસલી તેમજ લીમડાનાં ૨૫ વૃક્ષો રોપવામાં આવ્યા હતા અને ૩૦૦ જેટલા ચકલીનાં માળાનું પણ વિતરણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ગદ્રે મરીન પરિવારનાં શ્રી પંચોલી તથા શ્રી રાઠોડ અને સંજીવની નેચર ફાઉન્ડેશનનાં પ્રમુખ નરેશભાઈ ગોસ્વામી, નિલેશભાઇ રાજપરા, જાયન્ટસ ગૃપનાં ગુણવંતભાઈ સુખાનંદી, પાસ્ટ પ્રેસિડેન્ટ વિનુભાઇ મેસવાણિયા, પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગઠીયા, રમેશભાઇ જોષી, રામજીભાઈ તેમજ શીલ સંજીવની નેચર ફાઉન્ડેશનનાં પીયુષભાઇ કામડીયા, સતીષભાઇ પંડીત સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!