જૂનાગઢમાંથી ભારતીય બનાવટનાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

0

જૂનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. મનિન્દર પ્રતાપસિંહ પવાર દ્વારા વધતા જતા દારૂ-જુગારના ગુન્હાઓ બનતા અટકાવવા કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય જે અંતર્ગત રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પો.ઇન્સ કે.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.જે.રામાણી, પો.હેડ.કોન્સ ગીરૂભા વાઘેલા, સંજયભાઇ દેવરે, જે.પી.મેતા, પો.કોન્સ. ભરતભાઇ ચાવડા, ભુમિતભાઇ બારોટ, પ્રવિણસિંહ મોરી તથા સાગરસિંહ પરમારે જુનાગઢ શહેરમાં કોરોના વાયરસ સબબ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ કે, જૂનાગઢના ગાંધીગ્રામના રાજીવનગરમાં રહેતા સુરા પરબત કોડીયાતર રબારીએ પોતાના નવા મકાને ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ હોય જેથી આ જગ્યાએ રેઇડ કરતા મેક્ડોલ નં.૧ પેટી-૧૮ બોટલ, નંગ-૨૧૬ તેમજ આર.સી પેટી નંગ-૨૭ બોટલ નંગ-૩૨૪ એમ કુલ પેટી નંગ-૪૫ કિં.રૂ. ૨,૫૪,૮૮૦ તથા રીક્ષા ૧ કિ.રૂ.૫૦,૦૦૦ તેમજ મો.સા. ૦૩ કિ.રૂ. ૧,૧૦,૦૦૦ તેમજ મો.ફોન.-૧ કિ.રૂ. ૫૦૦ એમ કુલ મુદામાલ રૂ.૪,૧૫,૩૮૦નો મળી આવતા કબજે કરી આ અંગે જૂનાગઢ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!