Sunday, January 24

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ ભુગર્ભ ગટરની કામગીરીમાં અનેક ખામીઓ

જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ નગરસેવક રજાક એચ. મહીડાએ મહાનગરપાલિકાના કમિશ્નરને એક પત્ર પાઠવી અને જૂનાગઢ શહેરમાં હાલ ભુગર્ભ ગટરની જે કામગીરી ચાલી રહી છે તેમાં અનેક ખામીઓ હોવાની ફરીયાદ વ્યકત કરી અને આ બાબતે તત્કાલ યોગ્ય કરવાની માંગણી કરી છે. કમિશ્નરને લખેલા પત્રમાં પૂર્વ નગરસેવક રજાક મહીડાએ રજૂઆત કરતા જણાવેલ છે કે, જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં સુચિત પ્લાનના અનુસંધાને ભુગર્ભ ગટરનું કામ તાત્કાલીક અસરથી શરૂ થયેલ છે. આ કામ ઉતાવળથી પુરૂ કરવા માટે પાઈપ ફીટીંગ કરી અને પાઈપના ટુકડા સોલ્ડર રીંગ મારી ખાડા ભરાય જાય છે ત્યારે આ કામમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. સૌ પ્રથમ તો પાઈપના વર્તુળની સાઈઝ માસ્ટર પ્લાન મુજબ નથી, પાઈપ આઈએસઆઈ માર્કાના નહી પરંતુ લોકલ બનાવટના છે. આ ઉપરાંત પાઈપનું ફીટીંગ ભુગર્ભના પ્લાન મુજબ નથી કેમ કે પાઈપ ફીટીંગમાં ઉતરોતર ઢાળ આપેલ નથી, આ ઉપરાંત એક બીજા પાઈપનું ફીટીંગ સીમેન્ટ, કેમીકલથી જાઈન્ટ કરેલ નથી. આવી રીતે ફીટીંગ થઈ કંમ્પલીટ ગટર બનતા સમાંતર ફાયરની ગાડીના પાણીના ફોર્સથી આવી ગટર સાફ થતી હોવાથી જાઈન્ટ થયેલ પાઈપ લીકેજ થવાથી આખી ગટર યોજના ઉપયોગી રહેતી નથી. આ ઉપરાંત આજુબાજુની શેરીઓની ગટરોના પાણી ભુગર્ભ ગટરોમાં (જાઈન્ટ) મેળવવાના પોઈન્ટ પણ રાખેલ નથી. આમ અનેક મુદાઓ ઉપસ્થિત થયેલ છે અને ખામીસભર આ ગટર યોજનાનું લાંબા સમયથી કરાર આધારીત કામ અપાયેલ છે. શહેરના મુખ્ય માર્ગો ઉપર લોકડાઉનના સમયે ચુપચાપ કોન્ટ્રાકટ ચોમાસાના સમયે તૈયાર કરી એનઓસી મેળવી અને લાગતા વળગતાની સંમતિથી મોટી રકમના સરકારી ગ્રાન્ટોમાં ગેરરીતિ થાય તેવો સિનારીયો સર્જાયો છે.
જૂનાગઢ નગરમાં વર્ષ ૧૯૪૮ના પહેલા મુખ્ય માર્ગો ઉપર બ્રીટીશ ઈજનેરોની વરસાદી પાણીથી ચોમાસામાં કુદરતી રીતે વાલ્વ સીસ્ટમથી સાફ થઈ જાય તેવી ભુગર્ભ ગટરો કોઈ પ્રકારની ફરીયાદ વગર આજે પણ જૂનાગઢમાં કાર્યરત છે. ત્યારે સરકારી કરોડો રૂપિયાની ગ્રાન્ટ સાથે લોકોને તકલીફ પહોંચાડનારી અને આ યુધ્ધના ધોરણે શરૂ થયેલી ગટરનાં કામમાં મોટું કાવતરૂ થવાની ગંધ દેખાઈ રહી છે. ત્યાર આ પ્રકારની ગટરોના કામો તો મુળ જુના જૂનાગઢમાં દર પાંચ-સાત વર્ષે થાય છે અને આવા અનેક ગેરવહીવટ ભર્યા અટપટી ગટર વ્યવસ્થા કોને ફળશે તેવો આક્ષેપ પણ કરેલ છે અને આ અંગેની રજૂઆત કમિશ્નરને કરી અને અજાણે આ ભાગીદાર ન બનો તે માટે કમિશ્નરને પૂર્વ સિનિયર કોર્પોરેટરના ફરજના ભાગરૂપે રજાકભાઈ મહીડાએ રજૂઆત કરી છે અને વિશેષમાં જણાવેલ છે કે, ગટરની કામગીરી તાત્કાલીક અસરથી એગ્રીમેન્ટ મુજબ જ આઈએસઆઈ પાઈપ ગટરના ખોદાણ જમીન ખોદાણની માપ-સાઈઝ પાઈપના ફીટીંગ એરપેક ફીટીંગ ગટર સફાઈની સરળ વ્યવસ્થા પેચવર્કની ફીટીંગ થયેલ પાઈપમાં ગંદા પાણીની સરળતાથી થવા પાત્ર ગટરના ગંદા પાણીના વહનના માટે ઢાળ વગેરેની કામગીરી ગટર ઢંકાઈ જાય અને નજરે ન ચડે તે પહેલા તાત્કાલીક તપાસ કરવાની માંગણી પણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુગર્ભ ગટર ૧૯૪૭ પહેલા નવાબના કિલ્લેબંધ જૂનાગઢ માટે જ ડીઝાઈન થયેલ છે અને તેનું પાણી ભુતકાળમાં કિલ્લા બહારના ભાગે વોકળારૂપે જૂનાગઢ કિલ્લા બહાર ખેતીવાડીમાં સિંચાઈમાં ઉપયોગમાં લેવાતું હતું અને હવે કમનસીબે આવા વોકળાના લેન્ડ ગ્રેબીંગથી દબાણ થયેલ હોય હકીકતે આવી ભુગર્ભ ગટર બહારના વિસ્તારમાં બનાવવાની યોજના હતી અને જુની હયાત જૂનાગઢની ડબલ ડેકર ગટરની સાથે જાઈન્ટ કરવાની હતી. જે હકીકત આપની જાણ માટે મુકવામાં આવી છે. જૂનાગઢની અમુક વિસ્તારની જ ગટરો ખોટા કામથી બનેલ હોય અને રીપેરીંગ જ કરવાનું હતું તેવું પણ આ પત્રમાં જણાવી અને ખામી યુકત ભુગર્ભ ગટરના કામની તાત્કાલીક અસરથી તપાસ કરી અને યોગ્ય કરવાની માંગણી પત્રના અંતે રજાકભાઈ મહીડાએ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!