પ્રજાને રાહતરૂપ હાઉસટેકસ, ઈમારતભાડા સહિત ત્રિમાસિક વ્યાજ માફી આપવા લેવાયો નિર્ણય

0

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની એક બેઠક ગઈકાલે મળી હતી. આ બેઠકમાં સ્થાયી સમિતિના ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, કમિશ્નર તુષારભાઈ સુમેરા, નાયબ કમિશ્નર શ્રી લિખીયા તેમજ સદસ્યો શશીકાંતભાઈ ભીમાણી,પૂનિતભાઈ શર્મા, સંજયભાઈ કોરડીયા, ગિરીશભાઈ કોટેચા, બાલાભાઈ રાડા, હરેશભાઈ પરસાણા, કિરીટભાઈ ભીંભા, આદ્યાશક્તિબેન મજમુદાર, સરલાબેન સોઢા અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ ઠરાવોને મંજૂર કરવામાં આવ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકાની બાંધકામ શાખા તથા સ્ટોર શાખા અને વોટરવર્કસ શાખા, વાહન શાખાના મહત્વના કામો હાથ ધરી શકાય તે માટે વાર્ષિક ભાવોની ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવેલ છે. ઉપરાતં મહાનગરપાલિકા કચેરી ખાતે કોવિડ-૧૯ મહામારીમાં સાવધાની અન્વયે મનપાના જનસેવા કેન્દ્ર ખાતે હાઉસ ટેકસ કલેકટર તથા જન્મ-મરણના દાખલા કાઢવા માટે પાર્ટીશન ઉભું કરવામાં આવશે તથા ખર્ચની મંજુરી આપવામાંઆવેલ છે. તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં વસ્તા નાગરિકોને હાલ કોરોના કોવિડ-૧૯ મહામારી અંતર્ગત નાગરિકો મહાનગરપાલિકા કચેરીએ અથવા ઓનલાઈન ઘરવેરા ટેકસની રકમ ભરવા માંગતા હોય તેઓએ સને ર૦૧૯-ર૦ સહિતના અગાઉના તમામ બાકી માંગણા ઉપર લેવા પાત્ર એપ્રિલ-ર૦ર૦ ના ૧.પ ટકા તથા મે-ર૦ર૦ના ૧.પ ટકા મળીને કુલ ૩ ટકા વ્યાજમાંથી મુક્તિ આપવાની (વ્યાજમાફીની) દરખાસ્તને મંજુરીની મહોર મારવામાં આવેલ છે.
જૂનાગઢ મહાનગર વિસ્તારમાં આવેલ વિવિધ વિસ્તારોમાં જયાં જયાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહેલ છે તેવા વિસ્તારોમાં રસ્તાઓ ચાલવાલાયક બનાવવા તથા જરૂરી રોડ વર્ક કરવા માટેની દરખાસ્તને પણ મંજૂરી અપાઈ છે. હાલ દેશભરમાં કોરોના મહામારીને કારણે કામ ધંધા સંપૂર્ણ બંધ હોય જૂનાગઢ મનપા જમીન ભાડા અને ઈમારત ભાડાના વ્યાજ માર્ચ-ર૦ર૦ થી મે-ર૦ર૦ સુધી ૩ માસનું ભાડું જ વસુલ કરવા ૧૬ એપ્રિલથી ૩૧ જુલાઈ-ર૦ર૦ સુધી માફી આપવાનો નિર્ણય લેવાયો છે. ૧૪મા નાણાપંચની ગ્રાન્ટને મંજુરી આપવા સાથે તેના પ્રથમ હપ્તાની ગ્રાન્ટમાંથી વોર્ડ નં. ૧પના વિકાસકામોની ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી અપાઈ છે અને વોર્ડ નં. ૧પ માં બોર કરવાની મંજૂરી અપાઈ છે. મહાનગરપાલિકામાં હેલ્થ વિભાગમાં જુદી જુદી કેડરની પ૦ જગ્યા ભરવા કમિશ્નરની દરખાસ્તને મંજૂરી, વોટર વર્કસ શાખા હસ્તકના ફીલ્ટર પ્લાન્ટ ખાતે ૮૦૦ કેવીએના ટ્રાન્સફોર્મરના રૂ. ૧૩ લાખના કામને મંજૂરી, પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે કામ કરી રહેલ કન્સલ્ટન્ટની કામગીરીના બીલના ખર્ચને મંજુરી તેમજ હાજીયાણીબાગ ડમ્પીંગ સ્ટેશનના કામમાં ગટર, સીસી રોડ, કમ્પાઉન્ડ વોલ, કેન્દ્રીય વિદ્યાલયવાળો રોડ એમએલએ ગ્રાન્ટમાંથી બનાવવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે.
વોર્ડ નં. ૧ થી ૧પમાં ડોર-ટુ-ડોર ગાર્બેટ કલેકશન માટે ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટને રૂ. ૧પ૯૧ કરોડ પ્રતિ ટન ભાવની કામગીરીને મંજૂરી, ટાઉનહોલને પાંચ વર્ષ માટે કોન્ટ્રાકટ બેઈઝથી આપવા માટેના નિયમો, શરતોની મંજૂરી, મનપા વિસ્તારમાં આવેલ ૪૭ સાઈટ ઉપર આવેલા હો‹ડગ્સ બોર્ડને લાયસન્સ ફી થી કોન્ટ્રાકટ બેઈઝ ઉપર સોંપવાની શરતો, નિયમોની મંજુરી આપવામાં આવેલ છે તેમજ ૪૭૧ સાઈટ ઉપર હો‹ડગ્સ બોર્ડને લાયસન્સ ફી થી કોન્ટ્રાકટ ઉપર સોંપવાની મંજૂરી અપાઈ છે. જૂનાગઢ મનપાને મળેલ ૧૪મા નાણાપંચના બીજા હપ્તા અંતર્ગત વોર્ડ નં. ૧૪ દ્વારા સુચવાયેલ વિકાસ કામો અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા મંજૂર કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!