જૂનાગઢમાં સામું જાવા બાબતે હુમલો કરી માર મારતાં ૩ સામે ફરીયાદ

જૂનાગઢનાં જુલાઈવાડા નજીક રહેતાં મહમદહુસેન ઈબ્રાહીમભાઈ બેલીમએ પોલીસમાં આ કામનાં આરોપી રીયાજ બોદુભાઈ ખંભાતી, ઈલીયાસ હનીફભાઈ ખંભાતી, હબીબ વલીભાઈ ખંભાતી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપી રીયાજ ખંભાતીએ ફરીયાદીને કહેલ કે અમારી સામે કેમ જાવો છો તેમ કહી બોલેરો ગાડીમાંથી નીચે ઉતરી ફરીયાદીનો કાંઠલો પકડી ગાળો બોલી તેમજ આરોપી ઈલીયાસ ખંભાતીએ જમણા પગની પીંડી ઉપર પાઈપ મારતાં ફરીયાદી પડી જતા રીયાજએ ફરીયાદીને વાસામાં છરીથી છરકા કરી ઘા મારવા જતાં ફરીયાદીનાં મિત્રએ હાથ પકડી લેતા આરોપી હબીબ ખંભાતીએ ફરીયાદીને પાઈપ વડે તથા ઢીકાપાટુથી માર મારી ઈજા કરી ફરીયાદીનાં મિત્ર અક્રમને જમણા પગે સાથળના ભાગે પાઈપ મારી ઈજા પહોંચાડતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!