જૂનાગઢ : ફોરવ્હીલ લેવા માટે રાખેલા રૂ.૩ લાખ લઈ નાશી જતાં એક સામે ફરીયાદ

રાજકોટ ખાતે રહેતાં સંજયભાઈ સુરેશભાઈ દાસાણીએ પોલીસમાં આ કામનાં આરોપી અજય મસરીભાઈ ઓડેદરા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં ફરીયાદી તથા આરોપી બંને જણા ફરીયાદી માટે ફોરવ્હીલ લેવા રાજકોટથી જૂનાગઢ આરોપીની એકટીવામાં આવેલ હતા અને ફરીયાદીએ આરોપીની એકટીવાની ડેકીમાં રોકડ રૂ.૩ લાખ રાખેલ હતા અને ફરીયાદી તથા આરોપી બંને ફોટા પડાવવા સ્ટુડીયોમાં ગયેલ તે દરમ્યાન આરોપી ફોરવ્હીલવાળાને લઈને આવું છું તેમ કહી ફરીયાદીને વિશ્વાસમાં લઈ એકટીવામાં રાખેલ રૂ.૩ લાખ લઈ નાશી જતાં પોલીસે આ બનાવ અંગે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!