જૂનાગઢની મહિલાને ગીફટ મોકલી હોવાનું કહી વિશ્વાસમાં લઈ રૂ.૪.૩૬ લાખની છેતરપિંડી કરતાં ૪ સામે ફરીયાદ

0

જૂનાગઢની એક મહિલાને ગીફટ મોકલી હોવાનું કહી વિશ્વાસમાં લઈ અને રૂ.૪.૩૬ લાખની છેતરપિંડીનો કિસ્સો બહાર આવેલ છે. આ બનાવ અંગે ૪ શખ્સો સામે ફરીયાદ નોંધાતા પોલીસે તપાસની કામગીરી હાથ ધરી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢમાં ગોકુલનગર ખાતે રહેતાં નીહારીકાબેન ચંદ્રપાલભાઈ રાવતએ પોલીસમાં આ કામનાં આરોપી ડોમેનીકો ગેબ્રીયલ (રહે.પોલેન્ડ), અજાણી મહિલા ઈઝી લીન્ડ કુરીયર સર્વિસ દિલ્હી, ડો.માઈક (રહે.ન્યુયોર્ક) તથા અજાણી મહિલા કુરીયર સર્વિસ દિલ્હીવાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં આરોપી ડોમીનેકો ગેબ્રીયલ તથા ડો.માઈકએ ફરીયાદી સાથે ઈન્સ્ટાગ્રામથી ફ્રેન્ડશીપ કરી ફરીયાદીને વિશ્વાસમાં લઈ આરોપી ડોમેનીકો ગેબ્રીયલએ ગીફટ મોકલેલ હોવાનું કહી જેની આરોપી અજાણી મહીલા ઈઝી લીન્ક કુરીયર સર્વિસવાળાએ ફરીયાદીબેનનો કોન્ટેકટ કરી જાણ કરી પોતે કુરીયર સર્વિસમાંથી હોવાનું કહી ફરીયાદી પાસે કુરીયર કલીયરન્સના રૂ.ર.૮પ લાખ મેળવી તથા આરોપી ડો.માઈકએ ગીફટ મોકલેલ હોવાનું કહી જેથી આરોપી અજાણી મહિલા કુરીયર સર્વિસવાળાએ ફરીયાદીનો કોન્ટેકટ કરી જાણ કરી પોતે પણ કુરીયર સર્વિસમાંથી હોવાનું કહી ફરીયાદી પાસેથી કુરીયર કલીયરન્સનાં કુલ રૂ.૧,પ૧,૧પપ મેળવી આમ તમામ આરોપીઓએ ફરીયાદીને વિશ્વાસમાં લઈ ફરીયાદી પાસેથી કુલ રૂ.૪,૩૬,૧પપ મેળવી ગીફટ નહીં મોકલી ફરીયાદી સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરી એકબીજાને મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!