જૂનાગઢમાં સામાન્ય બાબતે મારામારી : ૪ સામે ફરીયાદ

0

જૂનાગઢનાં મેમણવાળા ખાતે રહેતાં નુરમહમદ ઈબ્રાહીમભાઈ વડોદીયાએ પોલીસમાં આ કામનાં આરોપી અસ્પાક બોદુભાઈ, જુનેદ સાકીર બેલીમ, સાકીર રહીમ બેલીમ, તનવીર જાવીદભાઈ બેલીમ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીનાં ભાણેજે અસ્પાક બોદુભાઈ બેલીમને ત્યાંથી મટન લેવાના બદલે હાજી હનીફભાઈ બેલીમને ત્યાંથી મટન લેતાં તેનું મનદુઃખ રાખી જેમફાવે તેમ ગાળો બોલી ફરીયાદી તેની ભાણેજને છોડાવવા આવતા આરોપીઓને સમજાવતાં આરોપી અસ્પાક બોદુભાઈએ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી ફરીયાદીને માથામાં લાકડી મારી જમણા હાથની કલાઈ ઉપર છરી મારી અને આરોપી જુનેદ બેલીમ અને સાકીર બેલીમએ ફરીયાદીને પકડી રાખી તથા આરોપી જુનેદ બેલીમએ ફરીયાદીનાં દિકરા મહેરાજને જમણા પગે ગોઠણનાં ભાગે પાઈપ મારી તથા આરોપી તનવીર બેલીમએ કાન ઉપર ઝાપટ મારી તથા આરોપી સાકીર બેલીમએ ફરીયાદીની પત્નીને પાઈપનો છુટ્ટો ઘા મારી પેડુનાં ભાગે મુંઢ ઈજા કરી એકબીજાને મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!