જૂનાગઢ મટન માર્કેટમાં સ્વચ્છતા રાખવા રજુઆત

જૂનાગઢ સ્થિત સામાજીક સંસ્થા સોશ્યલ એન્જીનીયરીંગ વેલ્ફેર એસો.સેવાનાં પ્રમુખ અને ભૂતપૂર્વ કોર્પોરેટર રજાક મહીડાએ જૂનાગઢ મનપાનાં કમિશ્નરને પત્ર દ્વારા રજુઆત કરી જણાવ્યું છે કે, શહેરમાં આવેલી શાકમાર્કેટ તેમજ મટનમાર્કેટ સહિતની વ્યવસ્થાઓ સફાઈ વગેરે કામગીરી મનપા દ્વારા થાય છે. શાકમાર્કેટની સફાઈ તો બરાબર થાય છે. પરંતુ મટન માર્કેટમાં સફાઈનો અભાવ જાવા મળી રહ્યો છે. જેનાથી કોટ વિસ્તારની બે લાખની જનતા ઉપર આરોગ્યનો ખતરો ઉભો થયો છે. તેથી જાહેર આરોગ્યનાં હિતમાં તત્કાલ સ્વચ્છતા કરવામાં આવે અને લોકોનાં આરોગ્યનું રક્ષણ થાય તેવી કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!