જિયો પ્લેટફોર્મ્સમાં સિલ્વર લેક અને તેના સાથી રોકાણકારો વધારાના રૂ.૪૫૪૬.૮૦ કરોડનું રોકાણ કરશે

0

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ દ્વારા આજે સિલ્વર લેક અને તેના સાથી રોકાણકારો જિયો પ્લેટફોર્મ્સમાં વધારાનું રૂ.૪૫૪૬.૮૦ કરોડનું રોકાણ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અગાઉ ૪ મે, ૨૦૨૦ના રોજ સિલ્વર લેક દ્વારા રૂ.૫૬૫૫.૭૫ કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. આમ સિલ્વર લેક અને તેના સાથી રોકાણકારો દ્વારા કુલ રૂ.૧૦,૨૦૨.૫૫ કરોડનું રોકાણ થશે. સિલ્વર લેકના મૂડીરોકાણથી જિયો પ્લેટફોર્મ્સની ઇક્વિટી વેલ્યૂ રૂ.૪.૯૧ લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝ વેલ્યૂ રૂ.૫.૧૬ લાખ કરોડ થઈ જશે, અને તેનો જિયો પ્લેટફોર્મ્સમાં સંપૂર્ણ ડાયલ્યૂટેડ બેઝિઝ ઉપર ઇક્વિટી હિસ્સો ૨.૦૮ ટકા થશે. આ મૂડીરોકાણ સાથે જિયો પ્લેટફોર્મ્સે માત્ર છ અઠવાડિયામાં જ વિશ્વના ટોચના રોકાણકારો પાસેથી કુલ રૂ.૯૨,૨૦૨.૧૫ કરોડનું રોકાણ મેળવ્યું છે. સિલ્વર લેક દ્વારા કરાયેલા કુલ મૂડીરોકાણ અંગે ટિપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “ભારતીયોના ફાયદા માટે અમે નિરંતર ડિજિટલ ઇકો સિસ્ટમને વિસ્તારી રહ્યા છીએ અને તેમાં નવા આયામો જોડી રહ્યા છે ત્યારે સિલ્વર લેક અને તેના સાથી રોકાણકારો અમારા બહુમૂલ્ય ભાગીદારો બની રહ્યા છે. તેમનો અમારામાં આત્મવિશ્વાસ અને અમને મળેલા સમર્થનથી અમે આનંદિત છીએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!