જૂનાગઢમાં જુના મનદુઃખે માર મારતાં ફરીયાદ

જૂનાગઢનાં ઢાલ રોડ પિંજારા ફળીયા ખાતે રહેતાં અસરફભાઈ હબીબભાઈ રાંઢીયાવાળાએ પોલીસમાં આ કામનાં આરોપી અરબાજ આરીફભાઈ ગડર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં આરોપી સાથે જુનું મનદુઃખ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલતા ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓએ ઢીકાપાટુનો મારમારી ફરીયાદીને હાથનાં બાવડાનાં ભાગે છરી વડે ઈજા કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!