Friday, January 22

જૂનાગઢનાં લંઘાવાડા નજીક માર મારતાં બે સામે ફરીયાદ

જૂનાગઢનાં ચિતાખાના ચોક નજીક રહેતાં રૈયાનખાન આસીફખાન લોદીએ પોલીસમાં આ કામનાં આરોપી જુફુ ઉર્ફે જાફર દરબાર, જાન્ટી ઉર્ફે વસીમ દરબાર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી પોતાની મોટરસાયકલ ઉપર જતા હતા ત્યારે આ કામનાં બંને આરોપીઓએ ફરીયાદીને રોકી તું કેમ અહીં સીન સપાટા કરે છે તેમ કહી ફરીયાદીને આરોપીઓએ ઢીકાપાટુનો મુંઢ મારમારી આરોપી જુફુ ઉર્ફે જાફર દરબારને લોખંડના પાઈપ વડે માથામાં મારી ગંભીર ઈજા કરી આરોપી જાન્ટી ઉર્ફે વસીમ દરબારએ ઢીકાપાટુનો મારમારતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!