વંથલીનાં ખોરાસા ગામે ડેમ વિસ્તારમાં જુગાર રમતાં ૪ ઝડપાયા

જૂનાગઢ રેન્જ સાયબર ક્રાઈમ પીઆઈ કે.કે.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વંથલી તાલુકાનાં ખોરાસા ગામે ડેમ વિસ્તારમાં વિક્રમભાઈ પુનાભાઈની વાડીએ જાહેરમાં રોન-પોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી બાતમીનાં આધારે રેઈડ કરતાં વિક્રમભાઈ પુનાભાઈ ચાવડા, સંજય પ્રવિણભાઈ ઝગડા, સંજયભાઈ રમેશભાઈ સારદીયા, સરફરાજ ઈકબાલ કુરેશી વગેરેને જુગાર રમતાં ઝડપી લઈ તેમની પાસેથી કુલ રૂ.૮૪૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!